પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
ગુલાબસિંહ.


આનંદી મજુરની પણ મને અદેખાઈ આવવા લાગી, આશકમાશુકનાં રમતમત કરતાં જોડાં તરફ મારૂં મન તણાવા લાગ્યું.”

“ત્યારે” ગુલાબસિંહે પ્રોત્સાહક સ્મિત સહિત કહ્યું “દિવ્યમાં દિવ્ય કલ્પનાને દૈવી વિધાતા પણ જે આવશ્યક અને સ્વાભાવિક સંસારવાસનામાં વિશ્રાન્તિ માને છે, તેને માટે તમે શું તમારી જાતને દૂષિત ગણો છો ? માણસની બુદ્ધિ એ એવું પક્ષી છે જે નિરંતર પસારેલી પાંખેજ રહ્યાં કરી શકતું નથી. જ્યારે સંસારની વાસના જાગ્રત્‌ થાય છે, ત્યારે તે એવી પ્રબલ વર્તે છે કે તેને શાંત કરવી જ જોઈએ, કેવલ ભાવનાના ચિંતન અને આનંદમાંથીજ સ્થૂલતામાં ઉતરી પડવાનો યુગ આવે છે, સ્થૂલતાના નિર્વેદથી ભાવનામાં ચઢવાનો યુગ આવે છે; એમ આઘાત પ્રત્યાઘાત થયાં જાય છે, અને ભાવના પુષ્ટ બને છે. જેઓ ખરી ઉચ્ચભાવનામાં રમે છે, જેને ભાવનાના પ્રકાશની ઝાંખી થઈ છે, તેજ સંસારને સારો ભોગવી જાણે છે. કોઈ ખરા કારીગર તરફ લક્ષ કર. જ્યારે તે જગત્‌માં ફરે છે, ત્યારે ઉઘાડી આંખે બધું જુવે છે. બધું તપાસે છે, બધુ વિચારે છે ને અનુભવે છે, એમ કરતાં માણસના હૃદયની ઉંડામાં ઉંડી ગલીકૂચીમાં ઉતરી પડે છે. જેને પંડિતમન્ય લોક તુચ્છ વાતો કહે છે. તેનેજ તે ભોગવે છે. સંસારની મલિન જાલની પ્રત્યેક ગ્રન્થિથી તે કોઈ રમણીય ભાવનાને ઉકેલી લે છે; ભોગમાત્રમાંથી ભોજ્યનો રસ લેઈ અમર ભાવનાને ઘડી કાઢે છે. ભાઈ ! નાના જલજંતુની પાછળ જે તેજનો પ્રકાશ ઝાંખો ઝાંખો વીંટાઈ રહે છે, તેજ સ્વર્ગના તારાની પાછળ પણ ઝળકે છે. ખરી કારીગરી બધે રમણીયતા નિરખે છે. શ્રીહર્ષ અને ર્તૃહરિ જેવાએ રાજ્યવ્યવહારના કીચડમાંથી પણ કાવ્યરત્નો વીણી કાઢ્યાં છે ! એમ કોણે કહ્યું કે ફલાણા કારીગરે, ઉત્તમવિદ્યાનુસાર કલાની કારીગરી કરનારે, સાનુભવ શાસ્ત્રાભ્યાસીએ, સંસાર ભોગવેલોજ નહિ; તેવાએ એક ભાવ મનમાં દૃઢ કરી તેને આધારે પ્રાકૃત લોક જેને તૃણ ગણી દબાવી નાખે છે તેને પોતાની બુદ્ધિના મલયચંદનહારમાં ગુંથી લીધાં છે. જેમ કોઈ વનરાજ પોતે સુંઘેલા શિકારની પાછળ ગિરિ, નદી, વન, ઇત્યાદિ સ્થલમાં ભટકતો છેવટ તે શિકારને હાથ કરી પોતાની ગુપ્ત ગુહામાં ઘસડી જાય છે, તેમ બુદ્ધિ પણ જડ પદાર્થોના રમણીયતારૂપ સત્ત્વાંશ શોધવા સર્વેન્દ્રિયને જાગ્રત્‌ કરી જંગલ, ઝાડી, પર્વત, સંસાર, વિશ્વ, સર્વમાં રખડે છે ને આખરે ધારેલા રૂપને પકડી એવા સ્થાનમાં લેઈ જાય છે કે જ્યાં કોઈનાં પગલાં પહોંચી