પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
ગુલાબસિંહ.


યમદૂતને જગાડતાં તેની આકૃતિ અનઙ્ગ જેવીજ જણાય છે, સમજાતું નથી કે આ વૃત્તાન્ત કોણ લખાવે છે—મરણ કે મદન.

******

પેલી કુમારિકાના હૃદયમાં જાગ્રત્ થઈ — નવીન, ગહન, દૈવી ભાવના શું એ કલ્પનાથી થયેલો સામાન્ય ભાવમાત્રજ હતો ! આંખને ગમતી મોહિનીમાત્રજ હતી ! શ્રવણના આનંદની મધુરતામાત્રજ હતી ! કે તે પોતે ધારતી હતી તેમ એ પ્રેમ ઇન્દ્રિયજન્ય ન હતો, ન હતો માનુષી કે આ દુનીયાંનો, કોઈ અદ્ભુત પણ પવિત્ર મોહનમંત્રજ હતો ! જે દિવસે ભય અને કપ તજી તે ધીરજથી ગુલાબસિંહને શરણ થઈ ત્યારથી પોતાના વિચારને શબ્દગોચર કરવા મથતી એ આગળ કહેલુંજ છે. એ વિચારનું સ્વરૂપ એ વિચારજ ભલે દર્શાવે :—

“મારા ઉપર પ્રકાશી રહ્યું છે તે સૂર્યનું અજવાળું, કે તારા સામીપ્યનું સ્મરણ ! જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં ત્યાં તું ને તુંજ મારી દૃષ્ટિએ પડે છે. વૃક્ષનાં પત્ર ઉપર રમતાં કે પાણી ઉપર નાચતાં સૂર્ય કિરણમાં મને તારાં નયનનું ભાન થાય છે. આ શો પરિવર્ત ! જેને લીધે મારી જાતજ નહિ પણ આખી સૃષ્ટિ મને બદલાઈ ગયેલી જણાય છે !

******

“જે શક્તિથી તું મારા હૃદયના હર્ષવિષાદનો નિયંતા થયો છે તે શક્તિ એક સહજ ક્ષણમાંજ કેવી મારી આત્મામાં વસી ગઈ. મારી આસપાસ અગણિત લોક હતા, પણ મેં તનેજ દીઠો, જ્યાં બધો સંસાર નાટકરૂપે જણાવાય છે તથા જ્યાં ગાન વિના બીજી ભાષા બોલાતી નથી તે લોકમાં હું દાખલ થઈ તે રાત્રીએ એમ થયું. અહો ! એકાએક એ લોક સાથે આશ્ચર્યકારક રીતે તારૂંજ નામ જડાયું ! જે અસર રંગભૂમિની ભભકથી જોનારને થાય તે, મને, તું મારી સમક્ષ હતો તેથી થવા લાગી. રંગભૂમિ પર જેટલો સમય હું રહેતી તેટલુંજ મારૂં જીવિત થઈ રહ્યું, અને તારા મુખથી, બીજા બધાંને અશ્રુત, પણ મને બરાબર સંભળાતું ગાન હું અનુભવવા લાગી, મારા પિતાના ઓરડામાં હું બેસુંછું. અહીં તે ખુશાલીની રાતે, બધાં શા માટે રાજી હતાં તે વીસરી જઈ, એક ખુણામાં બેશી હું વિચાર કરવા લાગી કે તને હું કેવો માનતી હોઈશ; એવામાં મારી માતાના ધીમા