પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
આત્મનિરીક્ષણ.

સ્વરે મને જાગ્રત્ કરી, હું મારા પિતાની સોડમાં જઈને ભરાઈ–એવી ભરાઈ કે જાણે મારા પોતાના વિચારથીજ ડરીને નહાસતી હોઉં.

“એ રાત્રી પછી જે વહાણું વાયું તે મધુર તથા ખેદિત હતું. તેજ સવારે તેં આવીને મને ભવિષ્યની ચેતવણી આપી. હવે તો હું માબાપ વિનાની નિરાધાર છું, મારે વિચારવાનું, કલ્પના કરવાનું, કે પૂજવાનું હવે બીજું કોઈ નથી–તું તું ને તુંજ.

“મેં મારા મનથી જે તારો મહા અપરાધ કર્યો હતો તેને માટે તેં કેવા પ્રેમથી મને ઠપકો દીધો હતો ! જે પેલા વૃક્ષની ઉપમા તેં મને આપી છે, તે ઉપર ચાલી જતા કિરણની પેઠે મારા મનમાંથી જતી તારી મૂર્તિથી હું શા માટે બિહીતી હોઈશ ? એ વૃક્ષની પેઠે જ હું પણ જ્યોતિને માટે વલખાં મારી આખર તેને પામી. લોકો મને પ્રેમ સમજાવે છે, અને રંગભૂમિનો મારો ધંધો પ્રતિક્ષણ મારા મુખમાં એજ શબ્દ રેડ્યાં જાય છે; પણ નહિ, મને વારંવાર એમનું એમજ લાગે છે કે તારે માટે મારા મનમાં જે છે તે એ પ્રેમ નહિ. એ કોઈ આવેશ નથી, કોઈ નિશ્વયજ છે. મારા ઉપર પ્રેમ કર એવી પણ મારી પ્રાર્થના નથી. તારા શબ્દ કઠોર હોય છે વા તારી આંખ બેદરકાર હોય છે તો તેની પણ હું તકરાર કરતી નથી. મારે પ્રતિસ્પર્ધી છે કે નહિ તેની મને પરવા નથી, તારી નજરમાં હું ખુબસુરત આવું એ માટે મારી આંખો ગળતી નથી. મારો આત્માજ તારા આત્મા સાથે એક થવા ઈચ્છે છે. આપણે વિખૂટાં હોઈએ, આપણી વચમાં ડુંગર અને સમુદ્રની આડ હોય, તો પણ તું, સ્થિર થઈ કીયે વખતે તારો આત્મા પરમાત્મામાં મેળવે છે એ જાણવાને માટે હું મારું સર્વસ્વ આપી દઉં. કહે છે કે તે કામદેવથી પણ સુંદર છે, પણ મેં કદીએ તારા મોં ઉપર નજર માંડીને જોયું નથી કે તારા વદનનું સ્મરણ કરી બીજા સાથે સરખાવી શકું. તારા નયન અને તારૂં શાંત મૃદુ હાસ્ય એજ મારા મગજમાં રમી રહ્યાં છે.

******

“વખતે વખત જ્યારે સઘળું શાન્ત હોય છે ત્યારે મને એમ લાગે છે કે હું મારા પિતાના ગામની ધૂન સાંભળું છું. ઘણો વખત થયાં બળી ખાખ થયેલી છતાં પણ એ ધૂન મને વારંવાર મધ્યરાત્રીએ સ્વપ્નમાંથી જગાડે છે. હું એમ ધારું છું કે એ સ્વર સંભળાય છે ત્યારે તારા આવવાની મને