પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
ગુલાબસિંહ.

ચેતવણી મળે છે. તને ગયો જાણી નીસાસા મૂકી હેઠી પડું છું ત્યારે જાણે એજ સ્વરને હું શોક કરતાં ને રોતાં સાંભળું છું. તું ગાનરૂપજ છે ? એ ગાનનો આત્મા ! એનો દેવ ! મારા પિતાનું ગાન સાંભળી પવન પણ શાન્ત થઈ જતો; છતાં લોક એને ગાંડો ગણતા;– ત્યારે એણે ખરે તું અને તારો દેશ બરાબર પીછાનેલાં !

*****

“મેં મારા બાલપણમાં વારંવાર વિચાર કરી મારા મનને પૂછ્યું છે કે હું શામાટે જન્મી હોઈશ; અને મારા આત્માએ મારા મનને એજ ઉત્તર આપ્યું છે કે ‘તું ભક્તિ કરવાને જન્મી છે,’ બરાબર; હું સમજું છું; શા માટે મને દુનીયાં જુઠી અને નીરસ લાગે છે. રંગભૂમિની દુનીયાં મને શા માટે આનંદ આપતી તે પણ જાણું છું. મારો સ્વભાવ આ જીંદગી–કદાપિ તે બીજાને ભોગવવા જોગ લાગતી હો– તેને માટે સરજાયલો નથી. પોતાના કરતાં વધારે ઉચ્ચભાવ વાળી કોઈ મૂર્તિ એના આ જગત્‌ની આગળ નિરંતર હોવી જોઈએ. એવીજ એની પ્રકૃતિ છે. અજાણ્યા પ્રિયતમા ! જ્યારે આ જગત્‌ની આશા પાર જઈશું ત્યારે ઉત્તરોત્તર ઉત્તમ લોકમાં મારો ને તારો આત્મા એકજ મહાસ્વરૂપને પૂજનાર છે !

“મારા પડોશીની વાડીમાં નાનો ફૂવારો છે, સવારમાં તેની પાસે હું ઉભી હતી. સૂર્યના કિરણ તરફ શો તે ધાઈ ધાઈને ફૂટતો હતો ! ત્યારે જ મને એમ ભાસ્યું કે આજ તું મને ફરી મળશે અને મારૂં હૃદય પણ જે આનંદી પ્રાતઃકાલ તને લાવશે તે તરફ એમજ કૂદવા લાગ્યું.

*****

“વળી મેં પુનરપિ તને નીહાળ્યો, તારાં વચનામૃત શ્રવણસુખે પીધાં. મને કેવી હીંમત આવી ગઈ ! હું કેવી ધૃષ્ટ બની ગઈ ! મારી છોકરવાદીની વાતો અને વિચાર મેં તારા આગળ વિસ્તારવા માંડ્યાં, જાણે કે હું તને બાલપણથીજ ઓળખતી હોઉં ! તુરતજ મારી ધૃષ્ટતાનો મને વિચાર આવ્યો; હું અટકી ગઈ, અને બિહીતે બિહીતે તારી આંખ તરફ જોવા લાગી.

“‘હાં આગળ કહે : તારી મેના ગાવા ન લાગી !

“‘હશે, બાલકના હૈયાની એવી વાતનું તમારે શું કામ છે ?

“‘મા !’ તેં તુરતજ મૃદુસ્વરથી ઉત્તર કર્યું ‘મા ! બાલકહૃદયમાં કોઈ ડાઘ હોય તો તે ફક્ત એક તારાની છાયા જેવોજ હોય છે, બોલ બોલ