પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
ગુલાબસિંહ.

ટુંકી તથા જરા ઉજળતી હતી, અને હોઠ જાડા તેમજ વિષયાસક્તિસૂચક અને દૃઢતાવાચક હતા. આ માણસજ પેલો અમીર−જેને આપણે માના ઉપર જુલમ ગુજારવા ઈચ્છા રાખનાર રૂપે ઓળખીએ છીએ. એણે કીનખાબનો ઝુલતો અને ઢીલો જામો પહેર્યો હતો; પોતાની ગાદી ઉપર એક સીરોહીની તરવાર અને તેની સાથે જ રમવાના પાસાની પેટી તથા લખવાનાં ખડીઓ કલમ વગેરે પડેલાં હતાં.

“કેમ ગા” ! પોતાના ખવાસ તરફ ફરીને બોલ્યો– “મારો કાકો તો હવે મારા બાપદાદા ભેળો થયો. એવા માયાળુ સગાના મોત વખત મારે દીલાસાની ઘણી જરૂર છે; તો માના કરતાં વધારે મીઠો અવાજ બીજે ક્યાં જડે તેમ છે ?”

“કૃપાનાથ ! શું કહો છો ! અન્નદાતાને ગયાને વાર તો થઈ નથી એટલામાં જ ?”

“હા, એમજ હોવું જોઈએ કે જેથી એના મરણની વાત ઓછી ચર્ચાય, ને મારા પર વહેમ આવે નહિ. જેણે આપણને તે રાત્રીએ પાછા પાડ્યા, અને કાકાને બીજે દિવસે કહ્યું, તે હરામખોરનું નામ તેં મેળવ્યું ?”

“નાજી, હજી નથી મેળવી શક્યો.”

“હું તને કહું : પેલો વિલક્ષણ પરદેશી !”

“મહારાજા ગુલાબસિંહ ! નક્કી કહો છો જી ?”

“જરૂર; એ માણસનું બોલવું એવા પ્રકારનું છે કે કદી ઓળખાયા વિના રહે નહિ. એવું સ્વચ્છ, સ્પષ્ટ અને અનુરોધપ્રેરક ઉચરે છે કે એનાં વચન સાંભળું છું ત્યારે મને મારામાં આત્મા એવી કોઈ વસ્તુ છે એવું ભાન થાય છે. ગમે તેમ હો, પણ આપણે એવા હરામખોરને ખસતો કરવો જોઈએ. જગા ! ગુલાબસિંહે કોઈ દિવસ આપણું ગરીબ ઘર પાવન કર્યું નથી. એ પરદેશી બહુ માનવંતો છે, તો આપણે એને એક મીજબાની આપવી જોઈએ.”

“હા, હા, પેલો મનવર પ્યાલો પણ !”

“એને પાર પહોંચાડશે. પણ એ વાત પછી; હું બહુ વહેમી છું. ગુલાબસિંહની શક્તિ અને ભવિષ્ય વર્તવાની બુદ્ધિ વિષે બહુ વિચિત્ર વાતો સંભળાય છે. પેલા પનોરાવાળાનું મોત સંભાર. ફીકર નહિ, કદી કાલભૈરવ