પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
વિપત્તિનું પાસે આવવું.

પોતાની બધીએ ભૂતાવળ લેઈ એની મદદે આવતો હોય તો પણ હું મારો શીકાર જવા દેનાર નથી; તેમ વેર વાળવાને પણ ચૂકવાનો નથી.”

“આપ તો ગાંડા થઈ ગયા છો. એ નાચણે તમને જાદુ કર્યું જણાય છે.”

“જગા !” જરા ક્રોધાવેશથી અમીર બોલ્યો “મારામાં કોનું લોહી છે તે તું જાણે છે ? જેઓ એમ કહેતા કે તેમના હાથમાંથી કોઈ સ્ત્રી કદાપિ છટકી જવા પામી નથી, અને કોઈ માણસ તેમને છેડીને સલામત રહ્યો નથી, તેનું ! મારા પૂર્વજોનો મુકુટ તો આજ ધૂળધાણી થઈ ગયો છે, પણ તેમનું વીર્ય હજુ તાજું છે. આ કામ સાધવામાંજ મારું પરાક્રમ છે–મા મારો શીકાર છે.”

“ત્યારે ફરી એક હલ્લો ?”

“એના ઘરમાં જ પેશીએ તો શું ? ઘર એકાંતમાં છે, ને બારણાં કાંઈ લોઢાનાં બનાવેલાં તો નથી !”

“પણ આપણા આવ્યા પછી એવો બલાત્કાર પ્રસિદ્ધ થાય; ઘર ચીરીને એક કુમારિકાને હરી ગયા. તો પછી ? યદ્યપિ અમીર ઉમરાવોના હક્ક સર્વોપરિ છે, પણ મહારાજા પૃથ્વીરાજના આગળ તમે પણ અન્યાય કરીને ઉગરી જાઓ એ ન સમજવું.”

“ચાલ ચાલ, બલ તથા સુવર્ણ આગળ બધું નરમ છે, છતાં ગભરાતો નહિ, મેં બધી સાવધાની રાખેલી છે. જે વખતે મા અહીં આવી પરવારે તેજ દિવસ એને પેલા બંદાની સાથે સિંધુની પાર રવાના કરી દેવી. પછી કાંઈ !”

ગો ઉત્તર આપે તે પહેલાં તો ચાકરે આવીને કહ્યું કે મહારાજા ગુલાબસિંહ પધારે છે.

અમીરે સહજજ પાસે પડેલી તરવાર ખેંચવા માંડી, પણ તુરત પોતાની સ્વાભાવિક પ્રેરણા કબજે કરી ગુલાબસિંહની સામો ગયો; અને આવકાર આપી ઘણી નમ્રતાથી બોલ્યો “આપે અમને બહુ શોભા આપી, આપ જેવા પ્રસિદ્ધ ગૃહસ્થને ભેટવા હું ઘણા દિવસથી ઉત્સુક છું.”

“જે પ્રકારની ઉત્સુકતા તમને છે તેવીજ મને છે.”

અમીરે ને ગુલાબસિંહે રારામ કરવા હાથ મેળવ્યા, તેવીજ અમીરના શરીરમાં વિલક્ષણ પ્રકારની કંપારી છૂટી અને એનું કાળજું સ્તબ્ધ થઈ