પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
ગુરુને વિનતિ.

પેલો માણસ એને યોગ્ય નથી — એ હું સારી પેઠે સમજું છું, પણ એની પ્રકૃતિમાં, મહત્તા તથા ભલમનસાઈનાં એવાં બીજ છે કે જેને સંસારિક ભય અને ભભકારૂપ નકામા છોડ અડચણ ન કરે, તો વૃક્ષરૂપે ઉગી નીકળે. એ એની થાય, અને હું, જે આસક્તિ મારા આંતરચક્ષુને અંધ કરી મારા સામર્થ્યનો ભંગ કરે છે તેને, જો આ પ્રમાણે બીજાના હૃદયમાં રોપી શકું, તે અદૃશ્ય, અજ્ઞાત, અસ્ફુટ રહી, એ પુરુષના ભાગ્યપરિવર્તની સંભાળ રાખી શકું, અને ગુપ્ત રીતે એનાં કર્મને દોરી શકું. એ બધા કર્તવ્યથી, એની મારફત, એ બીચારીને પણ સુખી કરી શકું. પણ વખત પાણીની પેઠે વહ્યો જાય છે, હવે ઘડીએ ઘૂંટ ભરાય છે. મારી સન્નિધિમાં જે આકૃતિઓ પ્રતીત થાય છે, તેમાંથી હું એ બીચારીની પાછળ, ઘણા ભયાનક આકાર ઘેરાતા દેખું છું. નાશી જવા વિના બીજો ઉપાય નથી; મારા કે એના વિના બીજાને હાથે એનું સંરક્ષણ પણ બને તેમ નથી. મારી સાથેજ ! એ આનંદવિપ્લવ ! – એ ભયંકર અનિવાર્ય પરિણામ ! મારી સાથે ! ત્સ્યેન્દ્ર ! તને આશ્ચર્ય લાગે છે ! હું મારા પોતાથીજ એનું રક્ષણ થાય એમ ઈચ્છું છું ? કલ્પના કલ્પમય જીવિતમાં એક ક્ષણ ! જેને કીનારો પણ જણાતો નથી એવા અગાધ સમુદ્રનો એક બુદ્‌બુદ ! — મારે મન માનુષપ્રેમ બીજું શું છે ? કલ્પના કલ્પમાં મને વિવિધ જનસમૂહના દૃષ્ટિગોચર થયેલા હૃદયભાવ કરતાં વધારે વિશુદ્ધ, આધ્યાત્મિક પ્રેમવૃત્તિ, આ બાલિકાની બાલિશ સ્નેહભાવપૂર્ણ અલૌકિક પ્રકૃતિમાં, ગુપ્ત રહેલી લાગે છે; છતાં તે ગુપ્ત ભાવમાં પણ એક ગુપ્તતર વહેણ વહે છે, જે મને અનિવાર્ય કષ્ટની ચેતવણી નિરંતર કર્યા કરે છે. દૃઢવ્રત પરમવિરાગવાન્ ઋષિરાજ ! બધાં ઉચ્ચબુદ્ધિનાં વીર્યવાન્ મુમુક્ષુને માર્ગ પ્રેરવાનો યત્ન કરનાર ! તું ! તું પણ ત્રાસદાયક અનુભવથી જાણે છે કે અબલાના હૃદયમાંથી ય નિર્મૂલ કરવું એ આશા કેવી વ્યર્થ છે ! મારૂં જીવિત તને એકાન્ત આશ્ચર્યમય લાગશે. અથવા કદાપિ હું એને બધા ભયમાં થને અભય− પરમજ્યોતિ તરફ દોરી જવા પ્રયત્ન કરૂં તો તેમાં પણ વાસનાનાં વિકરાલ સત્ત્વોના વિઘ્નનો ચીતાર વિચારી જો, અને એ પ્રયત્નની સફલતાની દુર્બલતા ધારી, મારી પેઠે માથું હલાવી, પરિણામ વિચારી કંપવા લાગ. મેં પેલા જયપુરીઆના મનમાં તેની કલાની ઉચ્ચતાનું સ્વરૂપ સારી પેઠે ઠસાવ્યું છે, પણ એના પૂર્વજનો ચંચલ સ્વભાવ એનામાં પણ આવ્યો છે, અને જે માર્ગે તેણે પોતાનો મુકામ ગુમાવ્યો, તેજ માર્ગ તરફ એને પણ ખેંચ્યા કરે છે. માણસો પોતાનાં જનક તરફથી વારસો લાવે છે તે બહુ અગમ્ય અને