પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
ગુલાબસિંહ.

માસ વીત્યા એટલે સીકલ અને બદસીકલ બધું એકજ છે. ટેવાય એટલે પછી બધું બંધ બેસતું થઈ જાય. હું તારે ઘેર જતો હતો, એટલામાં તને ત્યાંથી નીકળી, કહીંક જતી જોઈ; અને મારે ઘણી અગત્યની વાત કરવાની હોવાથી તારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો. મારૂં નામ બંદો છે, તેં સાંભળ્યું તો હશે; પ્રખ્યાત ચિત્રકાર બંદેહુસેનનું નામ સાંભળવામાં હોવું જ જોઈએ. ચિત્રકર્મ અને ગાનકલા ! એકજ વાતનાં બે અંગ છે, અને તે બન્નેનો ખરો યોગ રંગભૂમિ ઉપર થાય છે.”

આ માણસની સ્પષ્ટ રીતે વાત કરવાની સાદાઈથી માનું ભય ઓછું થયું. એ માણસ પણ એની સામે, તેજ એટલા પર, બેઠો, અને માના મોં સામું જોઈ કહેવા લાગ્યો : “મા ! તું ખરેખર બહુ ખુબસુરત છે, એટલે તારા આશક ઘણા હોય એમાં નવાઈ નથી, હું મારૂં નામ પણ તારા આશકોની ટીપમાં ગણાવું, તો તે એટલાજ કારણથી ગણાવું છું કે બીજા બધા કરતાં, હું તને ખરા દિલથી ચહાઉં છું, અને પ્રમાણિક રસ્તેજ તારી પ્રીતિ સંપાદન કરવા ઈચ્છું છું. અરે ! એમ રાતી પીળી થઈ ન જા; જરા સાંભળ; પેલા ઉમરાવે કોઈ વાર તને પોતાની પત્ની કરવાનું કહ્યું છે ? તેમજ પેલા છેતરનારા જાદુગર ગુલાબસિંહે ? કે પેલા જવાન જેપુરીયાએ ? કે કોઈએ પણ ? હું તને મારી પત્ની બનાવી. આશ્રમ, આશ્રય, આબરૂ, ત્રણે વાનાં એક સાથે પૂરાં પાડવાની ઈચ્છા રાખું છું. અને યાદ રાખ, કે જ્યારે આ છાતીનો ઠસ્સો નમવા પડશે, અને જ્યારે આ ભમરની કારી કટારી બુઠી થઈ જશે, ત્યારે એ ત્રણ વાનાંજ તને કામ આવશે. બોલ શી મરજી છે ?” આટલું બોલતાં બોલતાં, બંદાએ જરા જરા પાસે આવી માનો હાથ પકડવાનો વિચાર કર્યો, પણ મા એની વાત સાંભળીને કંટાળો ખાઈ ગઈ હતી, તેથી તુરતજ એને મૂકીને રસ્તે પડવા લાગી. બંદો ઝટ ઉભો થઈ ગયો, અને એના રસ્તામાં આડો થઈને ઉભો.

“રે નિર્લજ નર્તકિ ! તને ઠીક કહું છું, વિચાર, વિચાર; જરા ઉભી રહે; લોકોના મનમાં તારા ધંધાની કેટલી કીંમત છે તે તને ખબર છે ! દીવામાં બત્તી પડતાની સાથે મહોટાં રાણી રાજવી બનવું, પણ પહો ફાટતાં પહેલાં ગામની બહારની બરાબર થવું ! આટલી જ ! આટલીજ હો ! તારામાં સતીપણું હોય એમ કોઈ માને નહિ, તારા વચન પર કોઈ વિશ્વાસ કરે