પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
ગુલાબસિંહ.

“એ તે જુઠો છે.”

“ત્યારે તુરતજ એના ઉપર પત્ર લખવાનો કે ?”

“ના ના, જો મને એમજ ખાતરી થાય કે એ એક પેચજ રચે છે, તો હું એને જરા પણ દિલગીર થયા વિના લાત મારીને ઉભો રહું; પણ હાલ તુરત હું એના ઉપર નજર રાખીશ, ને ગમે તેમ પણ ગુલાબસિંહ મને ખાડામાં ઉતારે તે તો નહિજ બનવા દઉં. ચાલ આપણે તુરતજ દિલ્હીથી રવાના થઈએ.”

પ્રકરણ ૧૦ મું.

ભાવિથી નાશી છૂટાય ?

રામલાલ અને લાલાજી પાધરાજ નીકળી પડ્યા. મુકામ ઉપર જઈ પોતાનો પત્તો જેવો તેવો ભાળવી ઉત્તર તરફ કોઇ ગામડામાં જવા માટે નીકળ્યા. શહેરમાંથી બે બહુ જલદી ચાલનારી સાંઢણી લેઈ લીધી, અને બને તો જલદીથી રિદ્વાર તરફ જવાનો નિશ્ચય કર્યો. તેઓ ઝટપટ મુસાકરી કરતા હિમાલય તરફ આવી પહોંચ્યા. રસ્તામાં કાંઈ ગફલત થવાથી, રિદ્વાર તો બાજુ ઉપર રહ્યું, પણ કોઈ અજાણ્યા પ્રદેશ ઉપર આવી ઉભા. એક આખી રાત તેમણે મુસાફરી કરી હતી; સવારમાં સૂર્યના કિણોથી હિમાલયનાં શ્વેત શિખર રંગબેરંગી ભવ્ય આકૃતિ ધારી રહ્યાં હતાં; એ જોઇને વિરામ લેવા થોભ્યા પણ ક્યાં વિરામ પામે ! ચારે તરફ જંગલ અને ઝાડી વિના બીજું કાંઈ નજરે આવતું ન હતું. ઉંચા ઉંચા પહાડનાં શિખરો તરફ દૃષ્ટિ વળતી હતી, પણ ત્યાં ઠરતી ન હતી. લાલાજીને મનમાં ગભરામણ થવા માંડી; પણ રામલાલ–દુનીયાંદારીમાં કૂટાઈને કઠિન થયેલો. રામલાલ એમ ગભરાય એમ ન હતું. આમ તેમ નજર કરતાં એણે કેટલેક દૂર ધૂમ્રપતાકા જોઈ, એને ત્યાં જઈ તપાસ કરતાં કોઇ વનવાસીની ઝુંપડી શોધી કહાડી. ત્યાંથી થોડાં ફલજલ પામીને બન્ને જરા તાજા થયા; પણ હવે જવું ક્યાં ! એટલી એક ઝુંપડીમાં તેમનો સમાસ થાય એમ હતું નહિ, તેમ રામલાલ જેવા ખાધેલ પીધેલ ગૃહસ્થને એ સ્થલમાં વિશ્રાન્તિ