પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
ગુલાબસિંહ.

પણ એ ગડગડાટ શાનો થયો ! પૃથ્વીજ ડોલવા લાગી, કડડડ કરતોને એક જ્વાલાનો ભભૂકો રાક્ષસીરૂપે ઉઠ્યો, અને તેમાંથી ગાઢ ધુમ્રગોટ ચોતરફ છવાતાની સાથે, એક વિકરાલ પથ્થર આવીને રામલાલના મોં આગળ પડ્યો, પડતાની સાથે ચુરેચુરા થઈ ચોતરફ પથરાની રેતીનોજ વરસાદ વરસાવી રહ્યો ! ભોમીઓ મૂઠીઓ વાળીને નાઠો, અને રામલાલ તથા લાલાજીને જેમ બને તેમ નાસવાની બૂમ પાડતો નાસતોજ ગયો. રામલાલ લાલાનો હાથ પકડી ભોમિયાની પાછળ ધાયો, પણ એક બીજો ધૂમ્રગોટ છૂટવાની સાથે લાલાજીનો હાથ, ગભરાટમાં ને ગભરાટમાં, રામલાલથી મૂકી દેવાયો, ને બંને વિખૂટા પડ્યા. લાલો આમ તેમ દોડવા લાગ્યો, રામલાલની બૂમોને આશરે આશરે આગળ ધસવા લાગ્યો, પણ વળી એક નવો ધડાકો થયો, ને ધૂમ્રને બદલે અગ્નિ પોતેજ વિસ્તાર પામી લાલાની ચોતરફ વીંટાઈ વળ્યો. ગાભરોને ગાભારો લાલો એક ખડક ઉપર ચઢી ગયો, પણ શું કરવું તેનો વિચાર પણ ચલાવી શક્યો નહિ ! જે તરફ જાય તે તરફ જ્વાલાનું મુખ વિકાસિત થઈ એને સામુંજ આવે ! જેમ તેમ આંખ મીંચીને એક તરફ જા કોરું દેખી એણે ઝંપલાવ્યું, પણ તે રસ્તો તો જ્વાલાના મુખ તરફ હતો; મુખથી દૂર જતો ન હતો. એ મુખ હવે વિકરાલ વિકાસી રહ્યું છે, ભડકા ઉપર ભડકા ને ગોટા ઉપર ગોટા, લટકી રહ્યા છે ! અહો દિવ્યવિસ્તાર, આશું ! એક અગ્નિમય જ્વાલારૂપ, મહાસત્ત્વ એ જ્વાલાની ટોચેથી નીચે ઉતરે છે, એક બીજો ધૂમ્રગોટ ને ગંધકની દુર્ગંધ ભેગાં ઉછળે છે; લાલો બેભાન થઈ, ધબ દઈને જમીન પર શબવત્‌ પડી જાય છે !

પ્રકરણ ૧૧ મું.

“મધ્યરાત્રીએ મળીશ.”

રામલાલ અને ભોમિયો, જે ઠેકાણે ઘોડા બાંધ્યા હતા, ત્યાં આવી અટક્યા. તેમનું પોતાનું ભય ધીમું પડ્યું, તેમ તેમને લાલાજીનું સ્મરણ થવા લાગ્યું; અને જેમ જેમ પલ, ઘડી, બે ઘડી વીતી જવા લાગ્યાં અને લાલો જણાયો નહિ, તેમ તેમ રામલાલ જેનું હૃદય દુનીયાંના સામાન્ય માણસોનું