પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
છેવટ નિર્ણય.

રામલાલે ડોકું હલાવ્યું. અને સાંઢણીને મારી મૂકી.

“ચાલ, હવે ઉત્તર આપ—જલદી કર.”

“મેં નિશ્ચય કર્યો, માનો પ્રેમ મારા હૃદયમાંથી નાશ પામ્યો છે. એ ખેલ પૂરો થયો.”

“નિશ્ચય કર્યો ?”

“હા કર્યો–કર્યો; હવે એ નિશ્ચય કર્યાનું ફલ લાવ !”

“ફલ ! તે તને થોડાકમાંજ આવી મળશે.”

ગુલાબસિંહે પોતાના ઘોડાને એડી મારી તેવોજ તે કૂદીને એક ઝાડના જૂથ તરફ વળ્યો. પથ્થરની જમીનમાંથી, ઘોડાની ખરીઓને ધમકારે, અગ્નિના તણખા ઉડવા લાગ્યા અને ઘોડો તથા સ્વાર બન્ને ઝાડીમાં ગુમ થઈ ગયા.

રા'મલાલ પણ પોતાના મિત્રને, જુદા પડ્યા પછી, ક્ષણવારમાંજ પોતાની નજીક જોઈ આશ્ચર્ય પામ્યો. “લાલાજી ! ગુલાબસિંહે ને તેં શી વાતચીત કરી ?”

રામલાલ ! અત્યારે એ વાત જવા દે. મારૂં મગજ ઠેકાણે નથી.”

“ખરી વાત છે, મારું માથું પણ ભમે છે – ઉંઘ્ આવે છે – ચાલ જરા ઉતાવળા દોડીએ.”

સાંઢણીને ચાબુક ચમકાવી. બીજે દિવસે રાત પડતાં ભૂખ્યા તરસ્યા રામલાલ અને લાલો પોતપોતાને મુકામે પહોંચ્યા. લાલો જતાની સાથેજ મોં ધોઈ સુઈ રહેવા ગયો પણ એને ઉંઘ આવી નહિ. ગઈ રાત્રીના વિચાર ઉપરાઉપરિ એના મનમાં ઉભરાવા લાગ્યા. જ્વાલામુખી—જ્વાલા—પોતાની બેભાન સ્થિતિ—જ્વાલામાંથી કોઈ ગૂઢસત્ત્વનો આવિર્ભાવ—તે સાથે જ ગુલાબસિંહનું દર્શન—ક્યાં—કેવી જગોએ—કદાપિ પણ પોતાનું જ્યાં જવું ગુલાબસિંહ કલ્પી ન શકે તેવી જગોએ !— છેવટ પોતાનો નિશ્ચય ? આ બધા તરંગોમાં લાલો ગાંડો બની ગયો હતો, અને બીછાનામાં પડ્યો પડ્યો ભયથી થરથર કાંપતો હતો. એને તાવ ભરાયો હતો — પણ તે તાવ ન હતો : જે ઉગ્ર ઈચ્છા એના પૂર્વજોમાં પ્રબલ હતી, જે ઈચ્છાએ એના બાલપણને ચિત્રકલાના આનંદમાં પરમાર્થ સમજાવ્યો હતો, જે ઇચ્છાએ એને ઝાંખા પણ