પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
કામાંધનો વિનાશ.

જોવામાં, તથા ગુલાબસિંહ, જેનો વિચારજ તેને કોઈ અલૌકિક બલ પ્રેરતો હતો; તેનું મનન કરવામાં બધી રાત્રી ગાળી.

પેલી તરફ અમીર નીચે ગયો, અને જે ઓરડામાં પેલા અજાણ્યા માણસને બેસાડ્યો હતો ત્યાં પહોંચ્યો. એ માણસે છેક માથાથી પગ સુધી એક ઝુલતો જામો ઓઢી લીધો હતો. એની આકૃતિ જ કોઈ વિલક્ષણ ભવ્યતા ભરી હતી. એનું કપાલ વિશાલ તથા ઉંચું હતું, અને એનાં નેત્ર એવાં કોરી નાખનારાં, છતાં સ્થિર હતાં કે તેની દૃષ્ટિથી, જેમ આપણા હૃદયમાંની ગુપ્તમાં ગુપ્ત પાપી વાત કોઈ કાઢી લેતું હોય તેનાથી પાછા હઠીએ તેમ રાજકુમાર ઝંખવાઈ ગયો.

પરોણાને ગાદી ઉપર બેસવાનું સૂચવતાં તેણે ઉચ્ચાર કર્યો “તમારે મારું શું કામ છે ?”

“રાજકુમાર ! જે વંશના પુરુષોએ દિવ્ય આત્મપ્રસાદને માનુષી વાસનાના વશીકરણમાં, અને કાળાં કારસ્તાનના વાંકા ચુંકા પણ એકાગ્ર ભવ્ય માર્ગમાં, ખર્ચી નામ કાઢ્યું છે તેના પ્રતિનિધિ ! જે મહાપુરુષોનાં નામમાંજ આખા ભરતખંડના ઇતિહાસની ભવ્યતાનો ઉદ્‌ભવ છે તે કુરુકુલના આત્મજ ! અંધકારથી ઘેરાતા આકાશમાંના છેલ્લાં તારાનાં દર્શન માટે હું આવ્યો છું. કાલે આ વખતે તો તેનું દેશકાલમાં સ્થાન પણ હશે નહિ. રે જીવ ! તારૂં આખું રૂપ જ બદલાય નહિ તો તારા દિવસ ભરાઈ ચૂક્યા છે.”

“આ લવારાની શી મતલબ છે ?” રાજકુમારે પ્રત્યક્ષ આશ્ચર્યથી અને ગુપ્તભયથી કહ્યું “તું મને મારા ઘરમાંજ ડરાવવા આવ્યો છે ? કે મને કોઈ ભયની સૂચના કરવા આવ્યો છે ? તું કોઈ રખડતા ઢોંગ ધતુરાવાળો છે, કે કોઈ અજાણ્યો મિત્ર છે ? બોલ, અને સ્પષ્ટ સમજાવ. મારે માથે શું ભય છે ?”

ગુલાબસિંહ અને તારા પૂર્વજોની તરવાર :” પેલા અજાણ્યા માણસે ઉત્તર આપ્યું.

“આહા !” રાજકુમારે મશ્કરીમાં હસતાં કહ્યું “પ્રથમથીજ મેં તને થોડો તો ઓળખ્યો હતો. ત્યારે તો તું પેલા ઘણા કુશલ, પણ હાલમાં તો કોડીની અક્કલના થઈ પડેલા ધૂતારાનો દોસ્ત કે દાસ જણાય છે. હું