પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
ગુલાબસિંહ.

ધારૂં છું તું એમ પણ કહેશે કે જો પકડી આણેલા એક કેદીને હું હમણાં છોડી દઉં તો બધો ભય દૂર થઈ જાય, અને ભરાઈ ગએલી ઘડી ખાલી થવા માંડે !”

“તારે ફાવે તેમ તર્ક કર, કુરુકુમાર ! મારે ને ગુલાબસિંહને સંબંધ છે તે હું કબુલ કરૂં છું. તું પણ એનું સામર્થ્ય અનુભવશે. પણ તે તારો નાશ કરશે ત્યાં સુધી તું તેને નહિ પીછાને. હું તને બચાવવા ઇચ્છું છું. સાંભળ તારા પ્રપિતા વિષે કોઈ ચમત્કારિક વાતો ચાલતી તે સાંભળી હશેજ; તેમ માનુષી શક્તિની પેલી પારનું જ્ઞાન પામવાની તેની અતુલ તીવ્ર જિજ્ઞાસા પણ તારી જાણમાં હશેજ, એની સાથે હિમાલયમાંથી એક વિલક્ષણ પુરુષ એના ગુરુ તથા મિત્ર તરીકે આવ્યો હતો; એ પુરુષને માટે રાજા પ્રજા સર્વ નાના પ્રકારની વાતો કરતાં; તેનું પણ સ્મરણ હશેજ, તને યાદ હશે કે એ પ્રથમ તો કંગાલ અને બે આબરૂ હાલતમાં કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયો હતો; આ હિમાલયના પુરુષને સાથે લેઈ દિલ્હી આવ્યો હતો. એ દિવસથી એની ચઢતી થવા માંડી. જાગીર ઉપર જાગીર એના હાથમાં આવતી ગઈ; ને જો એણે રીતિ પ્રમાણે રસ્તો લીધો હોત તો આજ આર્યાવર્તની ગાદી ઉપર એનોજ વંશ રાજતો હોત, ક્ષત્રિયનો સંહાર થવાનો, સંયોગતારૂપ જોગણીનું ખપ્પર ભરવાનો, અને આર્યાત્વનો ધ્વંસ થવાનો સમય આવ્યો ન હોત. વર્ષ વીતી ગયા છતાં, એના મોં ઉપર એક કરચલી સરખી પણ વળી ન હતી, તે જોઈ સર્વ આશ્ચર્ય પામતાં. પણ જે માર્ગની એણે દીક્ષા લીધી હતી તેથી એની વિષયવાસનાઓ પ્રતિકૂલ હતી. જો એ હતો તેથી જરા અન્યથા હોત તો ચક્રવર્તીમાં ચક્રવર્તી કરતાં પણ એ મહોટો થાત — અનાદિ, અનંત, પરમ જ્ઞાનવાન્, સર્વશક્તિમાન્ મહાત્માઓના સનાજનો એક થાત, નક અને રામનું સ્મરણ કરાવત, અનેક ચક્રવર્તી રાજયોગીઓમાં ગણાત, ત્સ્યેંદ્રનો મિત્ર થાત–સ્ત્યેંદ્ર કે જેને તું આજ આ સ્થલે તારી સમક્ષ દેખે છે.”

સ્થિર અને અસ્ખલિત ચિત્તે પેલો ઉમરાવ આ બધું સાંભળતો હતો; છેલ્લા શબ્દો સાંભળી ચમકી ઉઠ્યો ને બોલ્યો : “લુચ્ચા ! તું મારા ભોળાપણાનો આટલો બધો લાભ લેવા હીંમત કરે છે ? મારા દાદાના મરણને સાઠ વર્ષ થઈ ગયાં, જો એ જીવતા હોય તો આજે સવાસો વર્ષના હોય; ત્યારે તું, ટટાર અને કાળા ભમર જેવા વાળવાળો બુઢ્ઢો એમ કહેવા હીંમત કરે છે