પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
સિદ્ધ અને આશક.


“ત્યારે, ત્સ્યેન્દ્ર ! હજી પણ તું આપણો સમાજ જે માત્ર આપણા બે ઉપરજ હાલ તો આવી રહ્યો છે, તેનો પુનરુદ્ધાર કરવાની આશામાં છે ! તારા અનુભવે તને સિદ્ધ જણાવ્યું હશેજ કે કરોડોમાં પણ કોઈ વિરલો એમાં આવી શકે એમ છે. વળી તારો માગ શું તેમાં આવવાને ફાં ફાં મારનારાંના ભોગથી ધરાયો નથી ? બીચારાંનાં દુઃખમય વદન, ભયભીત ચક્ષુ; અરે ! સ્વરુધીરથીજ છંટાયલા આત્મઘાતી, વાળ ચુંટતા, ડાગળી છૂટેલા, ગાંડા,–એ બધું તારી નજરે નથી આવતું ? અને તારામાં જે કાંઈ દયાનો છાંટો રહ્યો હોય તેને જાગ્રત્ કરી તારા ગાંડાબળથી તને નિવૃત્ત કરી નથી શકતું ? સમાજની વૃદ્ધિ કરવામાં હજી કેટલા ભોગ લેવા છે ?”

“પણ” ત્સ્યેન્દ્રે ઉત્તર આપ્યું “નિષ્ફલતા છતાં મને ઉત્તેજન આપે તેવો જય પણ શું નથીજ નથી ? જેનો સંભવ માત્ર આપણા જેવાનેજ બને તેમ છે તેવી ભવ્ય અને ઉદાર આશા શું હું કદાપિ પણ તજી શકું ? એ આશાથી હું એક વિર્યવાન્‌ અને અસંખ્ય સંતતિ ઉછેરવા ધારૂં છું; — પોતાના અતુલ પ્રભાવથી મનુષ્ય જાતિને પણ કાંઈ હાનિ ન થાય તેવી રીતે ગુપ્તવિધાનું સામર્થ્ય સમજાવી શકે, આગ્રહના ખરા અધિષ્ઠાતા થવા ઉપરાંત અન્ય ભચક્રોમાં પણ ગતિ કરી શકે, આ કલિકાલમાં જે વામાચાર ચોતરફ ભિન્નભિન્ન રૂપે ટાપટીપમાં છુપાઈ છવાઈ ગયો છે તેને નિર્મૂલ કરી મન કર્મ વાણીની એકતાની સિદ્ધિ પ્રેરક થાય, અને એમ ઉત્તરોત્તર ઉત્તમ ગતિએ પહોંચી અમરત્વના અમિતપ્રવાહમાં અંતે સર્વરૂપ સર્વમય સર્વાધારમાં વિરમે, એવી સંતતિ હું ઉછેરવા ઈચ્છું છું. પછી પ્રેમ–દિવ્ય પ્રેમનુંજ સર્વત્ર સામ્રાજ્ય થશે. આપણા સમાજમાં આવું સાધી શકનાર એક ખરો નર ભળે તે પૂર્વે અનેકના ભોગ અપાઈ જાય તો શી હાનિ છે ? જે ભવ્ય સંસ્કાર એથી રોપાશે તે કોઈ વાર પણ પક્વ થશે: મરણ એમાં શું કરી શકનાર છે ? અને તું ગુલાબસિંહ.” ત્સ્યેન્દ્રે જરા થોભીને ચલાવ્યું “તું પણ – આ મર્ત્યકાન્તિનો તને જે ક્ષણિક છંદ, તારી વૃત્તિ ઉપરાંત થઈ વળગી પડ્યો છે તેને તારારૂપ કરી લેવા, તારા પ્રત્યક્‌ ચેતનના અનંત અને આનંદમય અમરત્વના રંગે એ ચઢે તો ચઢાવવા અને તારી બરાબર કરવા જે થાય તે કરજે, જે વેઠવું પડે તે વેઠજે, છાનો રહે છાનો, સાંભળ; તારાથી સમજી શકાય છે ? વ્યાધિ એને પાયમાલ કરશે, ભય એને સતાવશે, કાલ એનો ઉચ્છેદ કરશે, કાન્તિ કરમાઈ જશે, પણ હૃદય — નિત્યયૌવનપૂર્ણ હૃદય, જ્યાં રહેલો अंगुष्ठ मात्र ચિત્સત્તાનો