પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રમા રસધારીઓમાં.

રંગભૂમિ ઉપર જવાથી જે જે નુકસાન થાય છે તેથી કેવલ અજાણ્યો સરદાર તો પોતાનું એક ફરજંદ પણ પોતાની કલાને જેબ આપશે એમ જાણીને ઘણો ખુશી થતો હતો. આ પ્રસંગે પોતાની દીકરીની હઠીલાઇથી તને ઘણી નાખુશી થઈ આવી. અને પોતાની નાખુશી કહી બતાવવાની ટેવજ ન હતી તેથી કંઈ બોલ્યા વિના પોતાની સરંગી લઈને બેઠો. પણ સરંગીએ માને જે ઠપકો દીધો તે વધારે સખ્ત અને કરડો હતો. સરંગી ચીસો પાડવા લાગી, બબડવા લાગી, રોવા લાગી, ધમકાવવા લાગી; તે સાંભળતાંજ રમાની આંખોમાં આંસુ ઉભરાઈ જવા લાગ્યાં, કેમકે રમા આ સરંગીની ભાષા સારી પેઠે સમજતી હતી. ધીમે રહીને પોતાની મા પાસે જઈ તેણે બધી વાત કહી બતાવી; સરદાર જ્યારે તેની પાસે ગયો ત્યારે મા દીકરી બન્નેને એણે રોતાં જોયાં. તેમના તરફ ઘણા આશ્ચર્યથી જોઈ રહ્યો, ને તુરતજ જાણે પોતે તેમના તરફ ઘણી સખ્તાઈ વાપરી એવું સમજ્યો હોય તેમ પાછો પોતાની સરંગી પાસે દોડ્યો. આ પ્રસંગે હઠીલા બાલકને હાલા ગાઈને કોઈ ગંધર્વકન્યા રીઝવતી હોય એમ સાંભળનારને ભ્રાંતિ પડી જાય એવા રસમય ધીમા અને મધુર સ્વર એની સરંગીમાંથી ઝરવા લાગ્યા. કેવલ શોકમાંજ ડૂબી રહેલો માણસ પણ કાન ધર્યા વિના રેહે નહિ એવા આ ગાનમાં વચ્ચે વચ્ચે કેવલ અનિયમિત આનંદથી પરિપૂર્ણ અને બધું ગજાવી મૂકતો કોઈ કોઈ સ્વર નીકળી આવતો; જાણે કોઈ હસતું હોય, માણસ નહિ પણ દેવતા હસતા હોય, એમ લાગતું. આ સ્વર, પોતાના સંગીતમય “લક્ષ્મીપ્રભવ” માં જ્યાં લક્ષ્મી સમુદ્રની ઉપર આવીને પોતાના કમલગૃહમાં બેઠી બેઠી પવન પાણી સર્વને પોતાની મોહિનીથી બાંધી લેતી હતી, તે વર્ણનમાંનો હતો. આ જાદુ જેવા ગાન પછી આગળ શું આવ્યું હોત તે કહી શકાતું નથી, કેમકે તુરતજ રમા આવીને એના ખેાળામાં પડી તથા ચળકતા વાળમાંથી જણાઈ આવતી હસતી આંખે લાડથી ગેલ કરવા લાગી તેથી એનો હાથ અટકી ગયો. આજ વખતે બારણું ઉઘાડીને કોઈ અંદર આવ્યું, અને રમાને પેલો અમીર બોલાવે છે એમ કહી ગયું. રમા તુરતજ જવાને તૈયાર થઈ ને એની મા સાથે ગઈ. અમીર આગળ બધો બંદોબસ્ત થઈ ચૂક્યો હતો; રમા પોતાની મરજી મૂજબ ભલે કરે, પોતાને ગમે તે રાસ ભલે પસંદ કરે, અરે ! બૂઠાં હૃદયવાળા કજીઆ કંકાસ અને તકરારોમાં પડેલા લોકો શું સમજી શકે કે આખા દીલ્હી શેહેરના