પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
શરત પૂરી કરી.

પ્રકરણ ૧૭ મું.

શરત પૂરી કરી.

દિલ્હી શેહેરમાં પેલો ઉડાઉ સ્વચ્છંદી અમીર કાંઈ વહેમી માણસમાં ગણતો ન હતો; પણ એ ભૂમિનું માહાત્મ્યજ કાંઈક એવું હતું કે બુદ્ધિમાન્‌માં બુદ્ધિમાન્‌ અને નાસ્તિકમાં નાસ્તિક વિદ્વાનોના મનમાંથી પણ કોઈ પ્રકારનો ગુપ્ત વિશ્વાસ કેવલ નિર્મૂલ થઈ શકતો નહિ. અમીરે પોતાના પ્રપિતાનાં પરાક્રમની અનેક વાતો સાંભળેલી હતી, તેણે ગુપ્તવિદ્યા પાછળ જે શ્રમ કર્યો હતો તેની ભવ્યતા તેના જાણવામાં હતી, અને પોતાના વંશના દૃષ્ટાન્તથી દોરાઈ એણે પણ ઘણું કરીને યુવાવસ્થામાં તે વિદ્યા તરફ લક્ષ આપ્યું હતું. એના મરણ પછી એક ગુટકો નીકળ્યો હતો, જેના ઉપર એનું નામ તથા એની છાપ હતી, અને જેમાં કીમીઆ વિષે અર્ધી ગંભીર અને અર્ધી ઉપહાસાત્મક વાર્તા વિસ્તારેલી હતી.

આવા શોધમાંથી એનું ચિત્ત મોજમઝાએ ખેંચી લીધું, અને એની સ્વાભાવિક તીવ્ર બુદ્ધિ બહુ ઉંડા ને ગુંચવણ ભરેલાં કાવતરાંમાં વળી ગઈ. એની નિઃસીમ સમૃદ્ધિ, અપરાજિત અહંકૃતિ, અને અસ્ખલિત સિદ્ધિ પામે તેવી વૃત્તિ, એ સર્વથી એ રાજમંડલને વિભીષિકારૂપ થઈ પડ્યો, તથા એનાં અવળાં સવળાં કૃત્યો ઉપર તેમણે આંખ આડા કાન કરવા માંડ્યા. આજે શ્રીમત્સ્યેન્દ્રનાથની આશ્ચર્યકારક મુલાકાત અને તેથી પણ અધિક આશ્ચર્યયુક્ત અદૃશ્ય થઈ ગયાની વાત, એ ઉભયથી, એના મનમાં કાંઈક એવું અવર્ણ્ય ભય ભરાઈ ગયું કે તેની સામે એના નાસ્તિક બુદ્ધિબલે જેટલા પ્રયત્ન કર્યા તેટલા વ્યર્થ ગયા. ગુલાબસિંહને જેવો તેણે અદ્યાપિ કોઈ વાર ધાર્યો ન હતો, તેવો તે. એને ત્સ્યેન્દ્રના દર્શનથી જણાવા લાગ્યો. જે શત્રુ એણે ઉભો કર્યો હતો તેનું એને કોઈ અવર્ણ્ય ભય લાગવા માંડ્યું. જમવાના થોડાક વખત આગમચ જ્યારે એ શાન્ત અને આત્મસ્થ થઈ શક્યો, ત્યારે એટલાજ નિશ્ચય ઉપર નીરાંતવાળી ઠર્યો કે ગમે તે રીતે પણ હવે ગુલાબસિંહને નક્કી દૂર કરવો. એને એમ નક્કી થઈ ગયું કે મારી પોતાની જીંદગીની ખાતર ગુલાબસિંહની જીંદગી લેવી આવશ્યક છે, ને તેથી મેં જો આગળ કોઈ વાર એવો નિશ્ચય કર્યો હોય તો તેને આ ત્સ્યેન્દ્રના આવવાથી દશગણો ટેકો મળે