પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
ગુલાબસિંહ.

શેષભૂત નીશાન તેમના શણગારમાં કોઈ કોઈ સ્થલે રહેલાં હતાં. લાલાજીને સુવા બેસવાનો ઓરડો સર્વ પ્રકારે શાન્તિ પેદા કરે તેવો હતો, અને તેની એક બારી એક પ્રકારના ખુલ્લા મેદાન ઉપર પડતી હતી. બહાર પથરાયલી વૃક્ષશોભાથી દીપી રહેલી વનલીલા જોઈ તેનું હૃદય અધિકતર આનંદ પામી સમષ્ટિગત આનંદમાં લીન થાય એવું હતું. એ ઓરડાની બીજી પાસાના બારણાંમાંથી એક લાંબી નેળ જેવા ઓરડામાં થઈ પંદરેક પગથીઆંની નીસરણી ચઢતાં મત્સ્યેન્દ્રને ઓરડે પહોંચી શકાય તેમ હતું, આખા સ્થાનમાં અતિ પ્રગાઢ, છતાં અતિસુખકર, ગંભીરતા અને શાન્તિ વ્યાપી રહ્યાં હતાં, ને એમ એ સ્થાન, ત્યાં જે અભ્યાસનો ક્રમ ચાલનાર હતો તેને સર્વથા અનુકૂલ હતુ.

કેટલાક દિવસ સુધી તો ત્સ્યેન્દ્રે પોતાના શિષ્ય સાથે પ્રકૃતિવિષય વિષે કાંઈ વાત કરી નહિ. તેણે કહ્યું કે “સર્વ બાહ્ય સામગ્રી તત્પર છે, પણ આંતરશુદ્ધિ હજી તેવી થઈ નથી; તારો આત્મા આ સ્થલરૂપ થઈ જવો જોઈએ, ને અત્રત્ય સમષ્ટિમાં લય પામવો જોઈએ, કારણકે સમષ્ટિલીલા એજ સર્વ શક્તિનું સ્થાન છે.” આવું બોલીને ત્સ્યેન્દ્ર સાધારણ વિષયો ઉપર વાર્તા કરતો. ચારે તરફ પથરાઈ રહેલાં રસમય ચિત્રરૂપ દેખાવોમાં રખડવા સારું ત્સ્યેન્દ્ર પોતાના શિષ્યને સાથે લેઈ જતો. ત્યારે પેલો ચીતારો આ ભવ્ય લીલા જોઈ સાશ્ચર્યમત્ત થઈ આનંદતો ત્યારે ત્સ્યેન્દ્ર બહુ સંતોષ પામતો, અને એવી જ્ઞાનના ભંડારરૂપી વાતો બોલતો કે જે સાંભળતાં લાલાજીને બહુ આનંદ અને આશ્ચર્ય ઉપજતાં. જો કે એ વાતો પાનાં પુસ્તકમાં લખેલી નહતી, તેમની સત્યતાના પ્રમાણરૂપે શ્રુતિસ્મૃતિનાં વચન બોલવામાં આવતાં નહતાં, તો પણ વાત કરનાર પોતાના જાતિઅનુભવના વિશ્વાસપૂર્વક બોલતો અને તેથી વાત સાંભળનારને મોહિની લગાડતો. પ્રસંગે પ્રસગે તો એ, વિશ્વના એવા કોઈ ઉત્કૃષ્ટ અને ઉપયુક્ત ચમત્કારની વાતે ચડતો કે તે તો તત્ત્વવિવેક કરતાં કાવ્યકલ્પનાના તરંગ જેવીજ લાગતી. આમ ધીમે ધીમે પોતાના સોબતીની વાતોથી પોતાનું હૃદય વિસ્તાર પામવા લાગ્યું છે, તથા પોતાની વૃત્તિઓ શાન્ત થવા માંડી કે ઉચ્ચતમ ભાવમાં વળવા માંડી છે, એમ લાલાજીને અનુભવ થવા માંડ્યો. ધારણાના અભ્યાસથીજ જે સહજ શાન્તિ અને ગાંભીર્યનો ઉદય થાય છે તે એને એના આત્મામાં જણાવા લાગ્યો; ઉગ્ર ઈચ્છાનો અગ્નિ ટાઢો પડ્યો; એના અંતર્‌માં સર્વ વ્યાપી એકાત્માની પ્રતીતિ ધીમે ધીમે ઉગવા લાગી.

લાલાજીને આ સ્થિતિએ લાવવાનીજ ત્સ્યેન્દ્રની ઈચ્છા હતી; ને એટલું કરવામાં તો એ બધા સિદ્ધલોકના જેવોજ હતો કેમકે સાધનચતુષ્ટ્યસંપન્ન થાય