પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
પ્રથમ ક્રમ.

એક વખત રાત્રીએ એ બહારની અગાશીમાં ફરતો હતો, ને એક પછી એક દૃષ્ટિએ પડતા તારાને લક્ષપૂર્વક જોતો હતો. એના હૃદય ઉપર કોઈ પણ વખત પૃથ્વી અને આકાશની ભવ્યતાએ આવી અસર કરી ન હતી. આત્માને બાહ્યલીલાના આવેશ કેવી અસર કરે છે તેનો અનુભવ એને અત્યારે થવા માંડ્યો હતો. પ્રાણવિનિમયના બલથી જેમ કોઈ વિધેય ઉપર આકર્ષણ થતું ચાલે છે તેમ એને આ વખતે સર્વવ્યાપી આત્મભાવનું આકર્ષણ એટલું બધું સમજાવા લાગ્યું કે સમષ્ટિ સાથે વ્યષ્ટિને કેવો ગુઢ પણ અચુક દૃઢ સંબંધ છે તેનો એને પૂર્ણ વિશ્વાસ અને અનુભવ થઈ ગયો. કોઈ અવર્ણ્ય અને અપરિચિત શક્તિનું એને ભાન થવા લાગ્યું, ને કોઈ અવર્ણ્ય વૃત્તિ એને એના ગુરુ તરફ ખેંચવા લાગી. એજ ક્ષણે ગુરુપાદ પાસે ઉપદેશ યાચી આંતરસૃષ્ટિમાં પ્રવેશ કરૂં એમ એને નિશ્ચય થઈ ગયો. મંદિરમાં પાછો પેઠો, પેલા નેળ જેવા ઓરડામાં થઈ ગુરુના ઓરડા ભણી ચાલ્યો.

પ્રકરણ ૩ જું.

પ્રથમ ક્રમ.

ત્સ્યેન્દ્ર જે સ્થાથમાં રહેતો હતો ત્યાં ત્રણ ઓરડા હતા; એમાંના બે એકથી બીજામાં જવાય એવા હતા, ને ત્રીજો જુદો હતો. તેમાં પોતે સુઈ રહેતો. અંધકારમય અગાધ ગર્ત ઉપર લટકી રહેલી, પર્વતની એક કડણ ઉપર એ સ્થાન આવેલું હતું. જે ઓરડામાં લાલાજી દાખલ થયો તેમાં કોઈ હતું નહિ, એટલે ધીમે પગલે એણે આગળ જઈ બીજા ઓરડાનું બારણું ઉઘાડ્યું, પણ ઉઘાડતાની સાથેજ ઉમરા ઉપરથી પાછો પડ્યો, કે કેમ કોઈ અતિ માદક સુગંધ નાકમાં પેસતાંજ મગજને ઝાટકો લાગ્યો; એક પ્રકારના ધૂમસથી જાણે હવા ગાઢ થઈ ગઈ હોય તેવું એને લાગ્યું; કેમકે આ ધૂમ્ર છેક શ્યામ ન હતો, પણ બરફના રંગના વાદળાં જેવો, ધીમે ધીમે હાલતો ને ઉપરા ઉપરિ મોજે ચઢી ઝોકાં ખાતો, નિયમિત ગતિ કરતો, જણાતો હતો. લાલાજીના શરીરમાં મરણનું શીત ઢળી ગયું હોય તેવી ટાઢ ચઢી ગઈ, ને એનું લોહી જાણે ઠરીજ ગયું. એનાથી ઉમરા આગળથી ખશી શકાયું નહિ, ને જેવી એની દૃષ્ટિ સહજજ એ ધૂમ્રના ગોટામાં જોવા લાગી તેવાં એને અનેક વિકરાલ