પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
છેલી કસોટી.

મૂકવાથી ઉભરાતા હતા, તેનાથી એની વૃત્તિઓ બહુ તીવ્ર થઈ ગઈ હતી, અને એને ક્ષુધાતૃષાનું ભાન રહ્યું ન હતું એટલુંજ નહિ, પણ એ વૃત્તિઓનો પણ એને તિરસ્કાર પેદા થયો હતો.

ત્સ્યેન્દ્ર પોતાના શિષ્ય પાસે બેશી આ પ્રમાણે બોલવા લાગ્યો : “જેટલું જેનું અજ્ઞાન તેટલોજ તેનો અભિમાન, માણસનો સ્વભાવ જ હુંપદનો ભરેલો છે. માણસ પોતાના જ્ઞાનના આરંભે એમ સમજે છે કે આ જગત્ મારે માટે સર્જાયલું છે. અપાર સમુદ્રના બુદ્‌બુદની પેઠે જે અનંત સૃષ્ટિઓ બ્રહ્માંડમાં રમે છે તેને, અનંત વર્ષો સુધી, માણસે માત્ર પોતાને રાત્રી વધારે અનુકૂલ થાય તે માટે લટકાવેલા દીવારૂપજ ધારી. આ ભુલ ખગોલશાસ્ત્રે સુધારી છે, અને હવે માણસો કબુલ કરે છે કે તારામાત્ર આ સૃષ્ટિ કરતાં વધારે વિપુલ અને ભવ્ય સૃષ્ટિઓ છે, ને જે પૃથ્વી ઉપર પોતે ઉભો છે તેનું તો અનંત બ્રહ્માંડમાં ઠામ ઠેકાણું પણ નથી. પણ નાનામાં તેમ મહોટામાં સર્વત્ર જીવનરૂપી બીજ વેરવામાં હરિનો હાથ સરખોજ ઉદાર સમજવો; બ્રહ્માંડની અનંત ભેદલીલા અખંડ અભેદમય ચૈતન્યના પરપોટા જેવીજ છે. મુસાફર વૃક્ષની શાખાઓની ઘટાને વિલોકી, મારા જેવાના તાપ ટાળવા કે ટાઢ મટાડવા આ રચાઈ છે એમ સંતોષ માને છે; પણ એજ શાખાના પ્રતિપત્રે અનંત જીવોની સૃષ્ટિ પરમાત્માએ વીસ્તારેલી છે તેનું તેને ભાન આવતું નથી. પેલા ખાબોચીયામાંનું એક એક ટીંપુ, એક એક રાજ્યમાં હોય તે કરતાં અધિક વસ્તિવાળી સૃષ્ટિરૂપ છે, સર્વત્ર, આ અગાધ સૌષ્ઠવયુક્ત રચનામાં શાસ્ત્રાભ્યાસથી અધિક અધિક જીવનપ્રભાવ દૃષ્ટિએ આવતો જાય છે. આત્મા અથવા ચૈતન્ય એજ સર્વવ્યાપી એકાકાર વસ્તુ છે; જે વસ્તુ મરી જતી જણાય છે તે પણ નવા જીવરૂપે પરિણમે છે. ત્યારે દૃષ્ટાંતથી વિચાર કરીએ તો, જ્યાં એક કણ, એક જલબિંદુ, પેલો તારો છે તે કરતાં હઠે તેવી સૃષ્ટિ, અંદર વસી શકાય નેત જીવી શકાય તેવી સૃષ્ટિ, રૂપ નથી ! રે ! જ્યાં મનુષ્ય પોતે પણ અનેક સૂક્ષ્મ સૃષ્ટિની એક મહાસૃષ્ટિ છે ને એના રુધિરની નદીઓમાં અનેક જીવ રમે છે, ત્યાં એક સામાન્ય બુદ્ધિના વિચારે પણ એટલું તો સિદ્ધ થવું જ જોઈએ કે જે પદાર્થ આ પૃથ્વીની આસપાસ વીંટાએલો છે, ને જે પૃથ્વીને ચંદ્રાદિથી જુદી રાખે છે, જેને તમે આકાશ દિક્‌ આદિક નામથી ઓળખો છો, તે અવ્યક્તમાં પણ તેને અનુકૂલ જીવો હોવા જ જોઈએ. એમ માનવું કે પ્રતિપત્રે જીવ સજ્જડ ભરેલા છે, ને અનન્ત દિગ્વિસ્તાર શૂન્યજ છે એ કેવો વ્યાઘાત છે ! વિશ્વરચનાનો નિયમ એક