પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
અણધાર્યો મદદગાર.

આખરે પડદો પડ્યો; પણ તેજ વખતે આખી રંગભૂમિ પ્રેક્ષકો તરફના વાહવાહના અવાજથી ગાજી રહી. જાણે મોટો એકજ શબ્દથી પોકાર કરવામાં આવ્યો હોય તેમ સર્વેએ એકદમ માની એકવાર ઝાંખી કરવા માટે બૂમ પાડી મૂકી; ફીકે મોઢે થરથરતી થરથરતી મા આવી. પણ હૃદયના ગભરાટમાં ફક્ત પોતાના પિતાના મુખ તરફ જ જોઈ રહી. 'માની આંસુભરી આંખો જે તરફ વળી તે તરફ સર્વ પ્રેક્ષકોની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ, અને સર્વના મનમાં પિતા પુત્રીનો અંતર્ગતભાવ સહજ્જ પ્રતીત થઈ ગયો. માયાલુ પ્રકૃતિવાળા વૃદ્ધ અમીરે પણ સરદારને પોતાની પાસે ખેંચી કહ્યું “અરે ગાંડા ગવૈયા ! તારી છોકરીને તેં જન્મ આપ્યો છે, પણ તેણે તો તને તેથીએ અધિક બદલો વાળી આપ્યો.” સરદારે જવાબ દીધો “મારી પ્યારી સરંગી ! હવે કોઈ પણ તારો તિરસ્કાર કરી શકનાર નથી.”

પ્રકરણ 3 જું.

અણધાર્યો મદદગાર.

ગાનાર અને ગાનની પ્રસિદ્ધ ખુબી જણાયા છતાં પણ સરદારના આવતા પહેલાં જે પ્રથમ ભાગ થઈ ગયો તેમાં એવો એક પ્રસંગ આવી ગયો હતો કે જે સમયે જયનો કાંટો કઈ તરફ નમશે તે વિષે સર્વને શંકા થઈ રહી હતી. એ કાવ્યરચનાની તમામ વિલક્ષણતાથી ભરપૂર એક ફકરો ગાતાં આ મુજબ થયું હતું; કેમકે જે વખતે નાનાનાના વિરુદ્ધભાવનો આવિર્ભાવ ચમત્કારિક રીતે થવા માંડ્યો તેજ વખતે આ કાવ્યમાં સરદાર કવિનો હાથ છે એમ જોનાર સમજી ગયા. નાટકનું નામ બદલી નાખવામાં આવ્યું હતું તેથી તથા ઉપોદ્‌ઘાત અને પ્રસ્તાવનામાંનું ગાન મધુર અને સાદું હોવાથી પોતાના પ્રિય કવિ ચંદની આ કૃતિ છે એમ સર્વેએ ધાર્યું હતું. સરદારના કવિત્વનો તિરસ્કાર