પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
છેલી કસોટી.

તારી કસોટીમાંનોજ એક ભાગ છે.” આટલું કહી કૂંચી લાલાજીને સોંપીને ત્સ્યેન્દ્ર સાયાન્હસમયે રસ્તે પડ્યો.

થોડાક દિવસ સુધી તો લાલાજી ગુરુએ બતાવેલાં કામોમાં રોકાઈ રહ્યો; એમાં એની બુદ્ધિ બહુજ ખીલવા લાગી, અને એનું ચિત્ત માત્ર એમાંજ પરોવાઈ ગયું. એ કાર્યમાં થોડામાં થોડો પણ જય થાય તેનો સંભવ, ચિત્તની એકાગ્રતા, ચિત્તનો અત્યંત લય, અને બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણતરી, એ ઉપર એટલો બધો આધાર રાખતો હતો કે એ કાર્યમાં ચિત્ત રોકાયલું રહે તો બિજા વિચારને અવકાશ સરખો પણ મળવો અશક્ય. ત્સ્યેન્દ્રનો હેતુ પણ એજ હતો કે આ પ્રકારે વૃત્તિમાત્ર નિરંતર એકાગ્ર રહેવાથી લયાવસ્થા સહજમાં સિદ્ધ થતી જાય. જેમ ગણિતશાસ્ત્રનાં મૂલતત્ત્વોનો અભ્યાસ મહોટા કહોયડાનો નિશ્વય કરવામાં ઝાઝો ઉપયુક્ત થતો નથી, કે દુનીયાંદારીના વ્યવહારમાં જે તીવ્ર બુદ્ધિની જરૂર પડે છે તેને કામ લાગતો નથી, છતાં એ શક્તિ તો તે મૂલતત્ત્વોના અસાધારણ અભ્યાસમાંથી જ આવે છે; તેમ વ્યર્થ જેવો જણાતો યોગમાર્ગ પણ છેવટની નિર્વિકલ્પ દશા માટે ઉપયુક્ત જે ચિતૈકાગ્ર્ય તે સાધવામાં કામ આવે છે.

પણ લાલાજીએ તો સોપેલું કાર્ય ધારવા કરતાં અર્ધાજ સમયમાં સિદ્ધ કર્યું; ને એનું ચિત્ત આ પ્રમાણે નવરૂં પડવાથી અનેક તરંગ અને કલ્પનામાં ભટકવા લાગ્યું. મત્સ્યેન્દ્રે જે કરવાની ના કહી હતી તે નાને લીધેજ તે વિષય ઉપર વધારે વૃત્તિ લાગવા માંડી, અને વારંવાર બંધ ઓરડાની કુંચી ઉપર એની નજર કરવા લાગી; અચાનક પણ એમ થતું ચાલ્યું. પોતાના ધૈર્યની આવી કસોટી કરવાનો પ્રકાર એને કાંઈ અર્થ વગરનો અને છોકરવાદી જેવો લાગ્યો. એને એમ લાગ્યું કે આ બાવાએ આવી હાઉ બતાવવાની વાતથી મને ડરાવવાની યોજના કરી છે તેથી મારે ડરવાની જરૂર નથી; જે ઓરડામાં મેં અનેક વાર પ્રયોગ કર્યો છે તેની ભીંતો એકાએક જીવતી થઈ મને શી રીતે ખાઈ જનારી છે ! ને કદાપિ એમાં કોઈ વાઘબાઘ ગોઠવ્યો હશે તો એ કાંઈ મને ખાઈ જનારો નથી, કેમકે એ શાનો છે તે શી રીતે થાય છે તે હું જાણી ચૂક્યો છું. હું જ્ઞાનનેજ લેવા આવ્યો છું તો મારી જિજ્ઞાસાને આવી રીતે અંકુશમાં શા માટે રાખવી ? આવા તર્ક વિતર્કમાં એણે એમ ધાર્યું કે જેની બુદ્ધિને પોતે જ જાગ્રત્‌ કરી છે તેને આવી જૂઠી યુક્તિથી ભડકાવવાનું મત્સ્યેન્દ્રનો પ્રયત્ન યોગ્ય નથી. આમ ધારવાથી એને પોતાના ગુરુ