પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ગુલાબસિંહ.

કરવાની આજ સુધી ટેવ પડેલી હોવાથી તેમને કોઈએ છેતરીને આ મુજબ સરદારને માન અપાવવાનું કર્યુંછે એમ સમજી લોકો નાખુશ થઈ ગયા; અને રાસભૂમિમાં ચારે તરફ ગુંણગુંણાટ ચાલી રહ્યો. પ્રેક્ષકોનાં મુખની કલા ઉપરથી જેનો ઉત્સાહ વધે અથવા ઘટે એવા ગાનારા પણ આ જોઈને નાઉમેદ થઈ ગયા; તેથી જે વિલક્ષણતા ભરેલું ગાન તેઓ ચલાવી રહ્યા હતા તેને પૂરી રીતે પાર પાડી શક્યા નહિ.

દરેક ઠેકાણે અને રંગભૂમિ ઉપર વિશેષે કરીને, નવા ગ્રંથકારના અને નવા અભિનય કરનારના પ્રતિસ્પર્ધી ઘણા હોય છે, જ્યાં સુધી બધું ઠીકેઠીક ચાલ્યું જાય ત્યાં સુધી તો આ લોક નિર્માલ્ય જેવા રહે છે, પણ કોઈ અકસ્માત્‌ થવાની સાથે જ તેઓ ચઢી બેસે છે. પોતાનાં સામર્થ્ય અને શક્તિથી જેની બરાબરી કરી શકાતી નથી તેનામાં ગમે તેવી પણ ખોડ કાઢીને પોતાની મહત્તા બતાવવાના પ્રયત્નમાંજ આવા લોક સંતોષ માને છે. લોકોમાં ચોતરફ ગરબડાટ થઈ રહ્યો, અને વાહવાહના પોકાર એકદમ બંધ પડી જઈ સઘળું શાન્ત થઈ ગયું. આ અણીની વખતે લક્ષ્મીનો વેષ ધારણ કરીને મા પેહેલ વેહેલીજ સમુદ્રમાંથી નીકળી. રંગભૂમિ ઉપર જેમ તે આગળ આવતી ગઈ, તેમ પોતાની આ નવીન જાતની સ્થિતિ, ને તેની સાથેજ બધી હિંમત ભાંગી નાખે એવો પ્રેક્ષકોનો નાઉમેદી ભરેલો ઠંડો દેખાવ – પોતાની દિવ્ય સુંદરતાથી પણ ભેદાય નહિ એવો ઉદાસીન દેખાવ; રંગભૂમિ ઉપર બેઠેલા ગવૈયાની ઉપહાસ અને તિરસ્કારયુક્ત દૃષ્ટિ, અને સર્વ ઉપરાંત પેલો આગળનો ગુંણગુંણાટ જે એણે પડદા પાછળ રહેલી ત્યાં સાંભળ્યો હતો; –તે સર્વેથી એની બુદ્ધિ મુંઝાઈ ગઈ અને એનો સ્વર ગળામાંજ ચોંટી ગયો. જે ગંભીર ગાન તેણે એકદમ શરૂ કરવું જોઇએ તેને બદલે, લક્ષ્મીમાંથી હતી તેવી ધ્રુજતી છોકરી થઈ રહેલી મા, રંગભૂમિ તરફ વળી રહેલી અગણિત આંખો આગળ ટાઢી શીતલ થઈ જઈ, પાણી પાણી થતી ફીકી પડી ગઈ.

પોતાનું ભાન ભુલી મૂર્છા ખાઈને જમીનપર પડવાના આવા ખરા પ્રસંગે, શાંત થઇ રહેલા પ્રેક્ષકો તરફ, જરા પણ ઉત્તેજન ગ્રહન કરવાની ઈચ્છાથી જેવી તેણે પોતાની આંખ ફેરવી તેવીજ તે એવા એક મુખ ઉપર ઠરી કે જેના દર્શનશી, વિવેક કરીને સ્પષ્ટ વર્ણવી ન શકાય, તેમજ કદાપિ વીસરી ન જવાય એવી જાદુ જેવી કે વીજળી જેવી અસર તેના મનમાં થઈ, જે સ્વપ્નના