પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
ગુલાબસિંહ.

પ્રકરણ ૬ ઠું.

રક્તબીજ.

મધ્યરાત્રીની શાન્તિ પ્રસરી રહી છે, આખા સ્થાનમાં સર્વત્ર ગાઢ સુષુપ્તિનું સાર્વભૌમ રાજ્ય વિસ્તાર્યું છે, ભવ્ય તારાગણની ઝાંખી પ્રભામાં બધું સ્થિરતાથી પડેલું છે; હવેજ સમય છે. દોઢ ડાહ્યો ત્સ્યેન્દ્ર, પ્રેમાવેશમાં રિપુ, ત્સ્યેન્દ્ર, જેની દૃષ્ટિ તારા ઉપર પડતાંજ તારા હૃદયની દશા સમજી જશે ! જેને પોતે શાન્તિ એ નામ આપે છે તેવા નિર્જીવ જડના આવરણને પેલી ગોપિકાનાં નેત્રોએ જરા ક્ષુબ્ધ કર્યું માટેજ, તને પોતાની પાસેનું રહસ્ય બતાવવા ના પાડશે ! –એ ત્સ્યેન્દ્ર કાલે સવારેજ આવશે. રાત નકામી જવા દેતો ના. ભય માત્રની સંભાળ રાખવાની છે; બીજું શું છે ! જો આ પલ ચૂક્યો તો, પછી કાલે આશા રાખીશ નહિ. માટે બહાદુર જવાન ! ઠીક કર્યું ! તારે હાથ છેવટ, પૂર્ણ ધૈર્યસહિત, પેલા બારણાનું તાળુ ઉઘાડે છે !

અંદર જે પુસ્તક પડ્યું હતું તેની પાસે દીવો મૂકી, લાલાએ પાનાં ફેરવવા માંડ્યાં. એને સમજવામાં કાંઈ આવતું નહિ, પણ આ પ્રમાણે કાંઈક દેખી થોભ્યો :—

“શિષ્ય જ્યારે આ રીતે તૈયાર થાય ત્યારે એણે બારી ઉઘાડવી, દીવા સળગાવવા, અને જે રસ કુંભમાં છે તેનાથી કપોલ સિંચવા; પણ તેને હજી પીવો નહિ, એ રીતે દિવ્ય ચમત્કારનો પરિચય વારંવાર અનુભવથી થતા પૂર્વે જો એ રસ પીવામાં આવ્યો તો જે અમર જીવિતની ઈચ્છા છે તે નહિ પણ તત્કાલ મરણ પ્રાપ્ત થશે.”

આટલેથી આગળ જતાં કૃત્રિમ અક્ષરો પાછા બદલાઈ ગયા એટલે 'લાલો કાંઈ વાંચી શક્યો નહિ, ઓરડાની ચારે પાસા સ્થિર દૃષ્ટિથી એણે તપાસવા માંડ્યું; એણે બારી ઉઘાડી તો સુખમય ચંદ્રપ્રભા અંદર આવવા લાગી; અને કોઈ ભવ્ય સત્ત્વ જાણે અંદર પ્રવેશ પામ્યું હોય તેવો ભાવ લાલાના હૃદયમાં પેદા કરવા લાગી. પેલા સાત દીવા એણે ઉતારીને વચમાં ગોઠવ્યા, અને પ્રગટ્યા, તેમાંથી રૂપેરી અને કાંઈક આસમાની જ્યોતો ખડી થઈ ગઈ, અને ચોતરફ બહુ શાન્ત પણ ભવ્ય પ્રકાશ વિસ્તરી રહ્યો. પણ એ જ્યોતિ તુરતજ ક્ષીણ જણવા લાગી કેમકે ઝીણા ધૂમ્ર જેવું કાંઈ