પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
રકતબીજ.

ઓરડામાં ધીમે ધીમે છવાવા લાગ્યું. તેની સાથેજ આપણા ભાવિ સિદ્ધને તો રુંએ રુંએ શીત ઢળી ગયું, અને મરણનો પોતાનોજ પંજો જાણે તેના ઉપર પડ્યો હોય એમ પ્રતિત થઈ. આવા ભયનું સહજ ભાન હોવાથી, એ ઉભો થયો અને અંગો પાષાણવત્ ગતિવિહીન થયા હતાં તો ૫ણ જેમ તેમ તાકામાંથી કુંભ લેઈ તેમાંના રસ વતે લમણાને પલાળવા લાગ્યો, ને તેનો સુગંધ લેવા લાગ્યો. પ્રાતઃકાળે આવા પ્રયોગથી જે સત્ત્વબલનો ઉદય થયો હતો તેવોજ આ સમયે અધિકતર અનુભવવા લાગ્યો, ને મરણદૂત શીત દૂર થઈ જઈ અગે અંગ હવામાં ઉડી શકે તેવાં હલકાં થઈ ગયાં. હવે શું થાય છે તે જોવા માટે, આનંદ પામતો નયન વિકાસી મુદ્રા બાંધીને લાલો બેઠો.

પેલો જે ધૂમ્ર પ્રકટ થયો હતો તે હવે ગાઢ મેઘ જેટલો દૃઢ અને સ્થિર થયો, ને દીવા તેમાં માત્ર તારા જેવા પ્રકાસવા લાગ્યા. એ મેઘશ્યામ ધૂમ્રમાં દૃષ્ટિ પરોવતાં લાલાને અનેક આકૃતિઓ તેમાં વિચરતી જણાઈ. તેમનામાં રુધિરમાં સાદિ કાંઈ હતાં નહિ, તેમનાં શરીર પારદર્શક હતાં, અને સર્પકુંડલીની પેઠે લાંબાં ટુંકાં સંકોચાઈ શકતાં હતાં. તેમની નિયમિત ગતિને અનુરૂપ કોઈ વિલક્ષણ નાદ પણ લાલાના કાનમાં પ્રતીત થવા લાગ્યો, અને જાણે પેલાં એક એકના મુખથી નીકળતા નાદ ઝીલતાં હોય એમ એને સમજાવા લાગ્યું. પણ એ ગૂઢ અને સૂક્ષ્મ સ્વરમાં પણ એને કોઈ શાન્ત આનંદનો રસ રહેલો લાગ્યો. પેલાં સત્ત્વો એની કશી દરકાર કરતાં ન હતાં. તેમનામાં ભળવાની, તેમની પેઠે હવામાં તરવાની, ને તેમનું આનંદગાન અનુભવવાની લાલાને પણ લાલસા થઈ. એણે હાથ લાંબા કર્યા. કાંઈક કહેવાનું કર્યું, પણ માત્ર કોઈ ભાગો તૂટો શબ્દજ બોલી શક્યો, ને પેલાં સત્ત્વોએ તેની કશી દરકાર વિના જેમ કરતાં હતાં તેમનું તેમ કર્યા કર્યું. ધીમે ધીમે તે બધાં ઉંચે ચઢવા લાગ્યાં, ને એમ કરતાં એક પછી એક બારીએ થઈ બહાર જતાં રહ્યાં. પણ તેજ સમયે જેવો લાલાજી વાંકો વળી તેમને શોધવા માટે ચંદ્રપ્રકાશમાં પોતાની દૃષ્ટિ લંબાવે છે, તેવામાં જ કોઈ વિકરાલ સત્ત્વના સાનિધ્યથી બારીમાંનો પ્રકાશ અસ્તપ્રાય થયો, અને એના અંગમાં આનંદને સ્થાને અતિ પ્રગાઢ ભય વ્યાપી ગયું. ધીમે ધીમે એ ગોળો પીંડાળો કાંઈક આકૃતિમાન્ થયો; પણ તેના શરીરનો કોઈ ભાગ સ્પષ્ટ જણાતો ન હતો, માત્ર એક મહા પર્વત જેવો કાળો મેશનો ઢગલો દેખાતો હતો ને તેને માથે બે એવી વિકરાલ અને ભયંકર આંખો રાતા અંગારની પેઠે ચકચકતી હતી કે જેના અગ્નિ આગળ શૂરામાં શૂરાનું વીર્ય પણ પીગળી જાય, અને જેના તેજથી ગમે તેવા દૃઢ પણ પાછા