પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
દૈવી અને માનુષી પ્રેમ.

“અનન્ત તેજોરૂપી નારાયણ ! જેનો સાક્ષાત્કાર કરો बहुनां जन्म. नामन्ते મને ક્રમે ક્રમે મહાફલરૂપે હિમાલયના ભવ્ય શિખર ઉપર પ્રાપ્ત થયો, જેનાથી મેં ગુપ્ત વિદ્યાનાં અનન્ત રહસ્યોમાંની અનેક અનિર્વચનીય વાતો જાણી, જે, ઉપાધિનો બાધ દૂર રાખતાં કેવલ મારા રૂમજ છે, ને તેથી જે આ અનેક યુગ થયાં મારો મિત્ર અને મારો પરિચારક છે, તે તું આ સમયે મને માર્ગ બતાવ.”

પેલા તેજઃપુંજમાંથી કોઈ અવર્ણ્ય ચમત્કાર તે સમયે પ્રત્યક્ષ થયો. એ આખો તેજપુઃજ એક નયનરૂપ હોય તેવો થઈ ગયો અને તે નયન જેના ભાલમાં ચળકી રહી સર્વત્ર પ્રકાશમયતા વિસ્તારી રહ્યું છે; એવા જ્ઞાનમય, સર્વ રહસ્યના જ્ઞાતા, સાક્ષાત્‌ ત્રિનયન ગુલાબસિંહના આગળ પ્રત્યક્ષ થયા. શંકરનું જે રદ્રરૂપ તે આ સમયે કોઈ એ વિપર્યય પામી ગયું હતું કે શંકર તે સાક્ષાત્‌ જ્ઞાનમૂર્તિ, ભવ્ય, પ્રીતિકર, અને મૃદુતારૂપ શંકરજ લાગતા હતા. પોતે ગુલાબસિંહથી કાંઈક છેટે ઉભાં અને ગંભીર વદને ધીમેથી આ પ્રમાણે બોલ્યા : “મારી શિક્ષા એક સમયે તને બહુ મીઠી લાગતી હતી, અને એક સમય એવો હતો કે જ્યારે પ્રતિરાત્રિ તું મારા આનન્દમય પ્રકાશની પાંખે વળણી નિરવધિ અનન્તતાના શાન્ત સીમાન્તોમાં ઉડતો. હવે તું પાછો સ્થૂલનેજ જઈ ચોંટ્યો છે, અને તારા મંત્રબલથી ઇતર સૃષ્ટિનાં શુદ્ધ સત્ત્વ તારા તરફ આકર્ષાય કે પરમ જ્યોતિ તને સાક્ષાત્‌ થાય, તે કરતાં સ્થૂલ સાથે તને કસીને બાંધી રાખનારાં આકર્ષણો અતિ ઘણાં પ્રબલ છે. જ્યારે છેલે પ્રસંગે મારો ને તારા મેલાપ થયો ત્યારેજ તારૂં સત્ત્વ ક્લુષિત થવા માંડ્યું હતું, અને તારા ધ્યાનમાં વિક્ષેપ વ્યાપી ગયો હતો. છતાં હું ફરી તને પ્રત્યક્ષ થયો છું, પણ તોફાની પવન જ્યારે વાદળાંને સમુદ્રના તરંગ અને સૂર્યની વચ્ચે ઘુસાડી દે ત્યારે જેમ સૂર્યનું પ્રતિબિંબ તરંગોમાં પડી શકતું નથી તેમ તારા આત્મામાં પણ અમર જ્યોતિનું પ્રતિબિંબ પડવાનો સંભવ ધીમે ધીમે ક્ષીણ થતો ચાલે છે.”

“અરે જ્યોતિર્મય પ્રભુ !” ધ્યાનસ્થ મહાત્માએ નિઃશ્વાસથી ઉદ્‌ગાર કર્યો “જે મનુષ્ય તારા દર્શનમાંજ સુખી હતો તેની સ્થિતિ સંપૂર્ણ મારા રમરણમાં છે. મને એ પણ જાણ છે કે જે જ્ઞાન સ્થૂલ ઉપર સામ્રાજ્ય ભોગવી શકે છે, તે સ્થૂલનો સંસર્ગમાત્ર વિલુપ્ત થવાથીજ આવે છે. આત્માની આરસીમાં સ્વર્ગ અને મૃત્યુ ઉભયનું પ્રતિબિંબ સાથેજ પડી શકતું નથી,