પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
ગુલાબસિંહ.

એકનું પ્રતિબિંબ પડે ત્યારે બીજાનું ભુંસાઈ જવુંજ જોઈએ. પણ જે દિવ્યયોગબલથી સત્ત્વબુદ્ધિ સ્વતંત્ર અને સ્થૂલવિમુક્ત થઈ અનન્ત બ્રહ્માંડશ્રેણિમાં ક્રમે ક્રમે વિહેરે છે તે પુનઃ પ્રાપ્ત કરવા માટે, મેં તને આજ, મારી ક્ષીણ ક્ષીણ થયેલી શક્તિને મહા પ્રયત્ને ઠેકાણે આણી, નિમંત્રણ કર્યું નથી. હું પ્રેમમાં પડ્યો છું. અને પ્રેમદ્વારા, મારાથી અતિરિક્ત કોઈ અન્યના જીવિતમાંજ મારૂં જીવિત મળેલું છે ભયને મારા પ્રતિ નિર્દોષ કરી નાખવામાં, કે જ્ઞાનને યોગ્ય પ્રગાઢ વૈરાગ્યના ઉચ્ચ શિખરથી જેમના ઉપર મારી દૃષ્ટિ પડી શકે તેમને નિર્ભય બનાવવામાં, મને યદ્યપિ હજુ કાંઈક સામાર્થ્ય રહ્યું છે, તો પણ મારી અંતર્ દૃષ્ટિને અંધ કરી નાખે તેવા આવેશ જેનાથી મારા હૃદયમાં ઉભરાય છે તે પ્રાણી પરત્વે હું કેવલ અંધ છું.”

શંકરે કહ્યું “એમાં શું ? તારો પ્રેમ એ તો એક નામમાત્રજ હશે; બુદ્ધિ જેને શંકાસમાધાનથી પ્રેમ ઠરાવી લે છે તેવો પ્રેમ હશે; જે માણસો જન્મ મરણની ઘટમાલામાં ગોથાં ખાય છે તે જેવો પ્રેમ સમજે છે તેવો તારો પ્રેમ હોઈ શકે નહિ. થોડોક સમય જશે – જે તારા અગણિત વર્ષમય આયુષની એક ક્ષણ જેવોજ છે – કે તું જેના ઉપર ગાંડો થઈ ગયો છે તે મૂર્તિ રાખ થઈ જશે. મર્ત્યસૃષ્ટિનાં બીજાં પ્રાણી છે તે તો એક્કેની જોડેજ ચાલે છે, સાથેજ રાખ થાય છે, તે સાથેજ રાખવામાંથી પાછાં અધિકાધિક અવતારશ્રેણિનાં પગથીઆં ઉપર અનંતયુગ રચનામાં રમે છે. તારે આગળ જોતાં યુગોનો વિસ્તાર છે; એને માત્ર ક્ષણોનોજ ! ને રે સરલ યોગી ! તારે અને એને મુંવા પછી શું એકજ માર્ગે જવાનું છે કે જ્યારે यततामपि सिद्धानां कश्चिमां वेति तत्त्वत: તેમાંનો એકલો એકલો રખડતો રખડતો પરમ જ્યોતિમાં સમાવા આવશે, ત્યારે એવી એ કેટલા અનેકાનેક જન્મમાં રખતી હશે ?”

“પરજ્યોતિ ! શું એમ માને છે કે આ વિચાર મારા હૃદયમાં રાત્રિદિવસ જાગતો નથી ? તું જોઈ શકતો નથી કે તને મેં મારી યોજના કહેવા તથા તારી સલાહ લેવાનેજ નિમંત્રણ કર્યું છે ? એના જીવિતને પણ મારા જીવિત તુલ્ય કરી મૂકવાની મારી સ્વપ્નવત્‌ આતુરતા તને પ્રત્યક્ષ સમજાતી નથી ? ત્સ્યેન્દ્રે મને આ સંબંધ કરવાની સંમતિ આપી ત્યારે જે કહ્યું હતું કે આ સંબંધમાંથી પણ આપણા સમાજને તાજો કરવા એક શિષ્ય ઉપજાવજે તે રાતદિવસ મારા મનમાં સાલ્યાં કરે છે. અને એ પ્રયત્નમાં સફલ થાઉં તો મારૂં એકાન્ત જીવિત કેટલું સુખકર થઈ રહે ? જે