પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
દૈવી અને માનુષી પ્રેમ.

ભવ્ય અને અગાધ જ્યોતિમાં સામાવાની ઉગ્ર ઈચ્છાથી મે સ્થૂલની પાર જવા સાહસ કર્યું છે તે હજુ મારાથી વિદૂર છે; પણ સ્વભાવથી જ મર્ત્ય જગત્‌માંનો એક એવો હું તે જ્યારે અત્ર મારી જાતને કેવલ એકલીજ દેખું છું ત્યારે મને કેવું લાગતું હશે તેનો વિચાર, અનન્ત જ્યોતિમાં નિરંતર રમી રહી પરમાનંદસાક્ષાત્કારમાં મત્ત એવા તું જેવાને આવી શકે નહિ. મેં મારી જાતિમાંથી મારાં સહચર શોધવામાં નિષ્ફલતા પ્રાપ્ત કરી છે; છેવટ એક મળી આવી છે ! અરે ! જંગલી જનાવર, અને આકાશનાં પક્ષીને પણ પોતપોતાનાં સહચર હોય છે ! એ મારી સહચરી, ઉત્તરોત્તર વધતી વધતી, અનન્ત જ્યોતિને સ્થાને પહોંચી નિરવધિ જીવિત ભોગવાય તેવા રસપાનને યોગ્ય સ્થિતિ અનુભવે ત્યાં સુધી, એના માર્ગમાંથી ભયને દૂર રાખવાનું સામર્થ્ય તે મારામાં છે.”

“તેં પ્રયત્ન કરવા માંડ્યો છે ને તું નિષ્ફલ થયો છે, એ મારાથી અજાણ્યું નથી. એની નિદ્રામાં તે અતિ આકર્ષક દર્શનો પ્રેરવા મંથન કર્યું છે: તેં અગાધ આકાશમાં વિહરતાં અનેક સત્ત્વોને પોતાના મૃદુનાદદ્વારા તેને સમાધિમાં પાડી આ સ્થૂલની પારના વિશ્વનું ભાન કરાવવા પ્રાર્થ્યા; પણ તેના આત્માએ એ કશાની દરકાર કરી નહિ, ને ઉલટો સ્થૂલમાં વધારે ગૂંચવાઈ તેમનાથી કેવલ વિરક્ત થઈ ગયો. અરે અંધ ! જોઈ શકતો નથી કે શા માટે એમ થાય છે ? કારણ એજ છે કે તેનો આત્મા કેવલ પ્રેમમય છે; દુનીયાંમાં જે પ્રેમ કહેવાય છે, અને જેને દિવ્ય જ્ઞાનનો પ્રેમ કહેવાય છે, તે ઉભયને સાધારણ એવી કોઈ વૃત્તિ નથી કે જેનો, તું જે દ્વારા તેના ઉપર અસર કરવા ઈચ્છે છે તે સાથે સંબંધ હોય, પરમપ્રેમનું આકર્ષણ તો બુદ્ધિના પ્રભાવની પાર છે; તેને, કેવલ સ્થૂલમાત્રપરાયણ આવેશરૂપી બુદ્ધિથી નિયમાય તેવી આપ-લેરૂપ જે પ્રેમ છે તે સાથે શો સબંધ હોય !”

“પણ એવું કાંઈ વચલું નહિ હોય કે જે દ્વારા અમારાં હૃદયની પેઠે અમારા આત્મા પણ એક થાય ? અને મારો આત્મા એના આભા ઉપર અસર કરી શકે ?”

“મને પૂછતો ના, તને એ વાત સમજાવાની નથી.”

“તને હું શપથ આપુ છું કે કહે – બોલ !”

“અત્યારે તો તારો ને એનો આત્મા આ સ્થૂલપ્રેમની ભૂમિકા ઉપરજ એકતા પામી શકે એમ છે; એને સાથે લેઈને તું ઉપરની ભૂમિકામાં જઈ શકનાર