પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
દૈવી અને માનુષી પ્રેમ.

પત્ર ૪ માંથી ઉતારા.

“તારું પત્ર મળ્યું. શું ! એમજ થયું ! તારા શિષ્યે તને નિરાશ કર્યો ! અરે દુર્ભાગ્ય શિષ્ય ! પણ—

*****

(આ ઠેકાણે લાલાના જીવિતમાંના જે પ્રકાર વાચકને માલુમજ છે તે ઉપર કેટલીક ટીકા છે, અને તે પછી ત્સ્યેન્દ્રને એવી પ્રાર્થના છે કે હજુ પણ એના ભાવિ ઉપર તેણે લક્ષ રાખવું.)

*****

“પણ મને તો એની એજ ઈચ્છા છે, ને તે પણ કાંઈક વધારે આશાપૂર્વક. મારા શિષ્ય ! તારી કસોટીનાં સંકટના વિચારથી જ હું તને તે કસોટીએ ચઢાવતાં પાછો હઠું છું. હું હજી એક વાર શંકરને બોલાવીશ.

*****

“હા, શંકર, જેમણે ઘણો વખત મારી પ્રાર્થના કાને ન ધરી, તે છેવટ મારી દૃષ્ટિએ આવ્યા છે; અને પોતાની પાછળ પોતાનું તેજ મારા હૃદયની આશારૂપે મૂકતા ગયા છે. અહો ! મા ! અશક્ય નથી, કે હજી પણ આપણે, આત્મા આત્માથી, એક થઈએ.

પત્ર ૫ માંથી ઉતારો.

(આગલા પછી ઘને મહીને લખેલું)

ત્સ્યેન્દ્ર ! તારા નિર્જીવ વિરાગમાંથી જાગ્રત્ થા, આનંદ પામ ! આ જગત્‌માં એક નવા જીવનો ઉમેરો થશે, જેમને માટે વ્યવહારની અનંત ખટપટ પડેલી છે તેવાને પણ, પોનાનાં બાલકની આકૃતિમાં પોતાના જ બાલ્યની પ્રતીતિ પામવાનો પ્રસંગ માની આનંદનો ઉભરો ચઢે છે, અને તેવા જન્મમાં તેઓ પોતાના આત્માને જ કેવલ નિર્દોષપણામાં અવતર્યો માને છે. તેમજ તેઓ પોતાના ઉપર એક મહોટા દેવનું કાર્ય એટલામાં આવેલું સમજે છે કે જેટલાથી તેમને એક જીવને પાલણાથી બહાર સુધી ને પૃથ્વીથી સ્વર્ગ સુધી દોરી જવો છે. જે પ્રાકૃત લોકને આ બધું થાય છે તો મારા જેવાને, મારામાં જે જે છે અને જે આપ્યાથીજ બમણું થાય છે, તેને ચોગ્ય વારસ પેદા થયાની વાત કેટલો આનંદ આપતી હશે ! રક્ષણ કરવાની, ભય દૂર કરવાની,