પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
ગુલાબસિંહ.

જ્ઞાન આપવાની, દુઃખ ટાળવાની, અને છેવટે જીવિત નદીને વધારે વિપુલ વિશાલ અને અગાધ સ્રોતમાં — જ્યાંથી તે આવી તે દિવ્ય સ્થાનમાં — લેઈ જવાની, જે જે શક્તિ સમયે સમયે વાપરવી પડે તેનો ઉપયોગ કેવો રસમય અને આનંદરૂપ છે ! અને હે મધુરી માતા ! આપણા આત્મા હવે એ નદીની વિપુલતામાં એક થશે. આપણી એકતા માટે જે ઊણું છે તે આ બાલક પૂરું પાડશે; અને જ્યારે તારા બાલકના પાલણા આગળ જ તને ઉપદેશ થવાનો વખત આવશે ત્યારે તારા આગળ શાં શાં સત્ત્વ આવી ઠરશે ! તને શા શા ભય લાગશે !


પ્રકરણ ૧૦ મું.

સ્થાનાન્તર.

ખરેખર મા ! જ્યારે દિલ્લીમાં તારા ઘરના ઉંમરા ઉપર બેસી તરંગે ચઢતી ચઢતી તેં ઉભાં કરેલાં સત્ત્વોના ટોળામાં તું આકાશ સુધી વિચરતી તે કરતાં હાલ તું કોઈ નવીજ વસ્તુ છે ! અથવા જ્યાં વાસ્તવિક સ્વર્ગ અને સૃષ્ટિની નકલ એક પલવારને માટે, માયામાત્ર ત્યાં સુધી કરી શકે છે કે જ્યાં સુધી પ્રેક્ષકની દૃષ્ટિ કંટાળી જઈ જાગ્રત્ થઈ, ઝળકા રંગ, અને પડદા ઉચકનાર ઉપરજ ઠરે છે, તેવી રંગભૂમી ઉપર તું કોઈ અલૌકિક અને ભાવનાગમ્ય કાન્તિને તારા સ્વરદ્વારા પ્રકટવા મથતી હતી તે કરતાં પણ આજ કાંઈક જુદીજ બની રહી છે ! તારો આત્મા પોતાના સુખસ્વરૂપમાંજ વિરમી રહ્યો છે. એની બાહ્યવૃત્તિને અંતર્મુખ થઈ એક બિંદુએ એકાગ્ર થવાનું અધિષ્ઠાન જડ્યું છે. વારંવાર એવા અનુભવ બને છે કે જે વખત અનન્તકાલનું ભાન એક ક્ષણમાં જ સમાય છે; કેમકે જ્યારે આપણે સુખાનુભવમાં અન્યભાન માત્ર ભુલી ડુબીએ છીએ ત્યારે આપણને એમ પ્રત્યક્ષ લાગે છે કે મરણ એવી વસ્તુ છેજ નહિ. જ્યારે જ્યારે આત્મા સ્વરૂપને સ્પર્શે છે ત્યારે ત્યારે તેને અનંત જીવનનુંજ ભાન અનુભવાય છે !

તને સંઘમાં લઈ જવા માટેની ઉપનયનક્રિયા હાલ મુલતવી રહી છે. તારા દિવસ રાત્રિ, એક સંતુષ્ટ હૃદય નિરપરાધી કલ્પનાને જે પ્રકારે આનંદમાં