પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
ગુલાબસિંહ.

શબ્દે તે બોલ્યો “અને મા ! એને હું કોઈક દિવસ મારે ગળેથી તારે ગળે ઘાલીશ; જરૂર ઘાલીશ, જ્યારે તું મને વધારે સારી રીતે ઓળખશે ત્યારે ઘાલીશ; – આપણાં જીવિત એક થશે, એકજ નિયમથી દોરાતાં થશે, ત્યારે ઘાલીશ.”

ગુલાબસિંહ ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો, ને મા તેની સાથે સાથે ઘેર આવી; પરંતુ એના હૃદયમાંથી પ્રયાસ કર્યા છતાં ભય નીકળી ગયું ન હતું. છાનોમાનો લાગ સાધીને મા પોતાના ઓરડામાં જતી રહી, અને ત્યાં શ્રીકૃષ્ણની એક છબી, જે તે નિરંતર પાસે રાખતી, તેને સામે મૂકી તેનું ભજન કરવા લાગી. પણ શું એને મહામારિનું પોતાની જાત માટે ભય હતું ? મહામારિને હઠાવનાર આ ઈશ્વરની પ્રતિકૃતિ પોતાના ઉપયોગ માટે હતી ? સવારે જ્યારે ગુલાબસિહ ઉઠ્યો ત્યારે આ છબી તેણે પોતાના ગળામાં માદળીયા સાથે લટકતી દીઠી.

“બસ ! હવે તારે મહામારિનું જરા પણ ભય નથી” મા હસતી અને રોતી બોલી “અને કાલે રાતે તેં મારી સાથે જેવી વાતો કાઢી તેવી વાત કાઢીશ ત્યારે પરમાત્મા શ્રી ભગવાન્ તને ઠપકો પણ દેશે.”

કેમ ગુલાબસિંહ ! સમાનશીલવ્યસન વિનાની સાથે જીવ અને વિચાર એક થઈ શકે ખરો કે ? ખરૂં જ કહ્યું છે: “સામુ પીધેલું નહિ મળે તો ખાઈશ મૂંગો માર.”

મહામારિ શુરૂ થઈ; પ્રયાગનો પવિત્ર પ્રદેશ છોડવો જોઈએ. અહો યોગિરાજ ! જે તારાં પ્રેમસ્થાને છે તેને તું બચાવી શકતો નથી ! લગ્ન પછીની નવી અને મીઠી મઝાના નિવાસ તને રામ રામ ! નિવૃત્ત, નીરાંત, તમને પણ રામ રામ. રે પ્રેમી યુગલ ! તમને આવું રમણીય સ્થાન, આવી પવિત્ર ગંગા, આવું ભવ્ય આકાશ, એ બધા મળશે, પણ એ વખત ફરી મળશે ? કોણ કહી શકે કે પ્રેમસ્થાન સાથે જ્યાં નિવાસ કર્યો હોય તે સ્થલ બદલાતાં પ્રેમનું હૃદય પણ નહિ બદલાતું હોય ? એ નિવાસના બિંદુએ બિંદુએ એવી વાતોનાં સ્મરણ જડેલાં છે, જે તેજ સ્થાને પુનરુજ્જીવન પામી શકે. જે ભૂતકાલ એ સ્થાન ઉપર ફરી વળ્યો છે તે ભવિષ્યમાં આ પ્રકારે તેની નિત્યતા વિસ્તારે છે. પ્રેમથી કાંઈક ઉણો, કે વિશ્વાસમાં કાંઈક ઢીલો, એવો વિચાર આપણા હૃદયમાં કદાપિ સ્ફુરે તો જેની નીચે નિત્ય પ્રેમનાં વચન આપ્યાં લીધાં હોય, કે પ્રેમાશ્રુને પ્રેમચુમીથી સૂકવ્યાં હોય, એવા કોઈ એક વૃક્ષનું દર્શનજ પૂર્વની દિવ્ય ખુમારીમાં આપણને પાછાં તરબોળ કરી દે; પણ જ્યાં લગ્નના પ્રથમાનંદની કાંઈ