પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
ગુલાબસિંહ.

વાંછનાઓ, વાસનાઓ, અને પાપી વૃત્તિઓ રૂપી ક્તબીજે તેમને ખાધા હતા. તેમને જે વાસના હતી તેજ તને છે; તે વાસનામાંથી છૂટવા માટે જે વિશુદ્ધ ભાવનાના વિચારમાં તારે નિતાન્ત મગ્ન રહેવું જોઈએ તેના માર્ગને તું ઓળખતો પણ નથી ! જો કદાપિ તને દેવ કે ગંધર્વ જેવી ગતિ હોત તો પણ તું જે મર્ત્યતાના કાદવમાં ખરડાયો છે તેમાંથી ઉંચો ઉડી શકવાનો ન હતો. તને જ્ઞાનની ઈચ્છા છે તે માત્ર નિરાશાજન્ય ફાંફાં છે; સુખ કે આનંદની તને વાસના છે તે માત્ર વિષયાનંદના ગંદા અને મેલા પાણીની તૃષ્ણા રૂપજ છે; તારો પ્રેમ, જે વૃત્તિ હલકામાં હલકાને કે નીચમાં નીચને પણ ઉન્નત બનાવે છે, તે માત્ર બલવતી ભોગવૃત્તિના આવેશમાં તોફાન કરવાની બુદ્ધિ રૂપજ છે;– આવો તું ! તેને અમે અમારામાંનો એક કરીએ ! અનાદિ સંઘનો તું મહંત ! ગુપ્ત વિદ્યાના સ્વર્ગમાં ઝળક્તા તારાના સ્થાનને તું પાત્ર ! ગરુડ પોતાના બચ્ચાનેજ સૂર્ય સુધી ઉરાડીને લઈ જઈ શકે. તને તો અરુણના ઝાંઝવાંમાંજ મારે મૂકી દેવો પડે છે. વિશ્વનો નિયમજ તને અમારા સંઘમાં સંઘરી શકતો નથી.”

“પણ રે આજ્ઞાભંગ કરનાર ! પામર ! તારૂં દુર્ભાગ્ય છે; તે પેલો રસ સુંઘ્યો છે, પીધો છે, ને તે તારી સમીપ એક મહા ભયંકર શત્રુને નિમંત્ર્યો છે. જે પિશાચ તેં ઉભું કર્યું છે તેને તારેજ શમાવવું જોઈએ. તારે સંસારમાં પાછા જવું જોઈએ; પણ જે આનંદ તને તેમાં પૂર્વે લાગતો તે મળે તે પહેલાં તારે ઘણો વિષમ દંડ ભોગવવો પડશે, ઘણો ઉગ્ર પ્રયાસ કરવો પડશે. તને જે તે રીતે સુખ થાય એટલા માટે હું આટલું કહું છું. જેણે તારી પેઠે પેલા દિવ્ય રસાયનનો એક કણ પણ પોતાના અંગમાં દાખલ કર્યો છે તેનામાં એવી વૃત્તિઓ જાગ્રત્‌ થાય છે કે જે કદાપિ વિરામ પામે કે નિર્મૂલ થાય નહિ. અને જે ધૈર્યયુક્ત નમ્રભાવે, સંપૂર્ણ શ્રદ્ધાથી, અને કાયિક ધૃષ્ટતા નહિ પણ ખરી માનસિક હીંમતથી, પ્રયાસ કરવામાં આવે તો, દિવ્યજ્ઞાન પર્યંત નહિ તો માનુષવ્યવહારની ઉત્કૃષ્ટતા પર્યંતતો તે જરૂર લઈ જાયજ. તું જે જે આરંભ કરશે તેમાં તેને કોઈ પ્રકારનું ચાંચલ્ય નિરંતર લાગ્યાં કરશે, પ્રાકૃત આનંદમાં તારૂં હૃદય કોઈ ઉત્તમોત્તમ પવિત્રતા તરફ ખેંચાયાં જશે, તારા મનની તૃષ્ણા, નીચમાં નીચ ભોગની ઝનુનમાં છતે, પણ કોઈ ઉચ્ચતા તરફ દોરાશે, પણ એમ ન ઘારતો કે એટલાથીજ જે થવાનું તે થઈ જશે. એવી વાસનાથી પણ વખતે તે પાપ અને અપકીર્તિની જાલમાં ન જઈ પડે એમ ન જાણતો. એ વાસના તે એક તાજી અને અપૂર્ણ પણ બલવતી પ્રેરણા છે, જે થકી તને કદાપિ કશામાં શાતા નહિ વળે; પણ તે વાસના કે પ્રેરણાનો તું જે માર્ગે ઉપયોગ