પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ગુલાબસિંહ.

અને કેવી રીતે ! જ્યારે તે પોતાના ભવિષ્ય વિષે તર્ક બાંધતી ત્યારે, અને સર્વ પ્રયત્ને કરી કેવલ સુખ અને આનનંદમય ભવિષ્ય પરખવાની મહેનત કરતાં કોઈ એક ભયંકર સૂચનાથી તે પાછી પોતાના વિચારમાંજ ગરક થઈ જતી ત્યારે ! અર્થાત્ પ્રેમ કરતાં કેવલ બુદ્ધિથીજ હજારો પ્રયત્ને શોધેલી કોઈ ચીજ કષ્ટે કરીને મળી હોય તેવો આ સમાગમ હતો. કોઈ યુવતીને પોતાનું યોગ્ય પ્રેમસ્થાન જ મળી રહે તેવું આ મળવું ન હતું; પણ જેમ કોઈ અભ્યાસી શાસ્ત્રની ઝીણી ગુંચ સમજવાને ઘણા કાલથી મથતો મથતો તત્ત્વની ઝાંખી પામે છે, તત્ત્વને ગ્રહણ કરવા જાય છે, પણ પાછો પડે છે, તેવો આ પ્રસંગ બની ગયો. આખરે તે ભાગી તૂટી નિદ્રાને વશ થઈ, અને જુદાં જુદાં ભયંકર સ્વપ્નથી ખેદ પામતી પામતી સૂર્યનાં ઝાંખાં કિરણ બારીમાંથી અંદર આવતાં ઝબકીને જાગી ઉઠી. તેણે પોતાના પિતાને સરંગી છેડી તેમાંથી કોઈ મુવા પાછળ રાજીઓ ગાતું હોય તેવું શોકકારક ગાન કરતો સાંભળ્યો.

જ્યારે નીચેના ઓરડામાં ગઈ ત્યારે બોલી કે “રે પ્રિયપિતા ! ગઈ રાત્રીનો આનંદ નિઃસીમ છતાં આપનું ગાન આવું ઉદાસી ભરેલું શા માટે ?” બાપે જવાબ દીધો “બેટા હું સમજતો નથી કે એમ કેમ થયું; મારી મરજી તો આનંદમાં ને આનંદમાં તારાં વખાણનું ગીત બનાવવાની હતી, પણ આ સરંગી બહુ હઠીલી છે, પોતાની મરજી મુજબ ચાલી જાય છે.”

પ્રકરણ ૪ થું.

ગુલાબસિંહ.

પોતાના ધંધામાં ન રોકાયો હોય ત્યારે ત્યારે બપોરે જરા વિશ્રાંતિ લેવાનો રીવાજ સરદાર કવિએ રાખ્યો હતો. કેમકે જે રાત્રીએ ઘણી થોડી નિદ્રા કરે તેવા માણસને એ રીવાજ કેવલ શોખ જેવો નહિ પણ ઘણો