પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
અંબિકા.

અંબિ ! હું એકલો ન હતો.” આવું કહેતાં જરાક ક્ષોભ પામતો હોય એમ લાલાજી અટકી પડ્યો, કેમકે એણે જે Iતિહાસ કહ્યો હતો તેમાં પેલી ગોપિકાનો વૃત્તાન્ત બહુ અસ્પષ્ટ રીતે માત્ર સૂચવીનેજ ચાલ્યો ગયો હતો. “હું એકલો ન હતો પરન્તુ મારી સાથે જે સહચરી હતી તે એશી ન હતી કે જેનામાં મારો આત્મા પૂર્ણ વિરામ પામી શકે તે — સર્વથા અનુરક્ત અને પ્રેમશીલ છતાં, નિરક્ષર, મારી વૃત્તિ સમજવા જેટલી બુદ્ધિ વિનાની, સુશિક્ષિત બુદ્ધિવૈભવને બદલે માત્ર સ્વાભાવિક તેજોમય અક્કલવાળી, — જેના વિષે અન્ય પ્રવૃત્તિ ન હોય ત્યારે હૃદય વિરામ લેઈ શકે, પણ જેની સાથે મનોમન એકતા ન પામી શકે, કે જેને ક્લેષિત આત્મા પોતાના ભોમિયારૂપે વાપરી ન શકે — એવી હતી. પરંતુ આની સોબતમાં હોઉં ત્યાં સુધી પેલો વિકરાલ રક્તબીજ મને નડતો નહિ. એ પલિત મને શી રીતે કનડે છે તે હું તને સમજાવું. ગ્રામ્ય આનંદના તોફાનમાં, પ્રાકૃત લોકોના જેવા વ્યવહારમાં, દારુબાજી, ઇશ્કબાજીની મસ્તીમાં, વિકરાલનિર્મર્યાદતામાં, પણ વર્ગને અને આપણને સરખાં બનાવનાર જે જે ખાસીયતો છે તેના આવેશમાં, એ ભૂત મને દર્શન દેતું નથી, એની ભીષણ આંખ મારા આગળ આવતી નથી. પરંતુ જ્યારે જ્યારે આત્મા જાગ્રત થઈ ઉન્નત વિચારે ચઢે છે, મનુષ્યજીવિતના ખરા હેતુ ઉપર લક્ષ કરી આવા નિકૃષ્ટ જીવનનો મને તિરસ્કાર વછૂટે છે, ત્યારે ત્યારે એ રાક્ષસ મારી પાસે આવી હાજર થાય છે, અંધકારમાં પણ અંધકારથી ગાઢતર થઈ પ્રત્યક્ષ જણાય છે. જે કલાવૈચિત્ર્યમાં મન પરોવું છું. જ્ઞાનીઓના ગ્રંથમાં અવગાહન કરૂં છું, મહાત્માનું અનુકરણ કરવા યત્નવાન્‌ થાઉં છું, તો ન હોય ત્યાંથી પણ એ કરાલભૂત મારા આગળ ખડો થાય છે. મને અસહાય કરી નાખે છે; મને ભાન રહેતું નથી કે પછી શું કરવું; મારો પ્રાણજ નીકળી જતો હોય એવું ભય મને લાગે છે.”

“વહાલી બહેન ! આટલું આટલું થવા માંડ્યું તોએ મને મારા પેલા ધૂતારા ગુરુનો ખ્યાલ જતો ન હતો. મારા મનમાં એમ જ હતું કે એને જો એક વાર મળું તો ગમે તે રીતે સમજાવી, ધમકાવીને, આ પલિતને મારા અંગમાંથી કઢાવું. એ મુલાકાતનો યોગ સહજજ આવ્યો. દિલ્લીથી રખડતો રખડતો હું કનોજ તરફ ગયો હતો. કનોજમાં એક રાત્રીએ મધ્યને સમયે પચીશેક મિત્રો મળ્યા હતા. નવા મિત્રોને નોતર્યા હતા. મારા જેવા શરમાતા હતા તેમને બીજા ઓળખે નહિ માટે સર્વે વેશ પલટી પલટીને આવ્યા હતા. ગામ બહાર કાલિકાના મંદિરનાં બારણાં બંધ કરી બધા અંદર બેઠા હતા. માતાજીનું