પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
ગુલાબસિંહ.


“નિર્દોષ બાલા ! ત્યારે આ મરશહર જેવા નગરમાં તેં ધાનપાણી માટે શું કર્યું ?”

“જે કર્યું તે પ્રમાણિકપણે, લાજ સાચવીને કર્યું છે. પણ મારા પ્રાણના પ્રાણ ! જે વદનને તું એકવાર સર્વ કરતાં સુંદર ધારતો હતો તેનાજ શપથ આપી કહું છું કે બોલ એ વદન હજી તને તેવું ને તેવું લાગે છે ?”

“ખરેખર પ્યારી ગોપિકા ! એમાં પૂછે છે શું ? નિત્યે નવી નવી સુંદરતા હું તો તેમાં દેખું છું. પણ તું શા માટે પૂછે છે ?”

“અહીંઆં એક ચીતારો છે — ઘણો મહોટો માણસ છે — એવો મહોટો કે જ્યાં જુઓ ત્યાં એનું જ મહત્ત્વ છે, એનું જ બધાં માને છે — જીવનને મરણ જાણે એના હાથમાં જ છે. તેણે મને મારૂં ચિત્ર લઈ લેતા સુધી બેસવાના બહુ મહોર આપ્યા છે. એ ચિત્ર તો બાદશાહ પાસે લેઈ જવાનું કહે છે, તેને કાંઈ ધંધો કરવો નથી, માત્ર પોતાની હોશયારી બતાવવી છે. વિચાર પ્યારા ! તારી ગોપિકાની કેવી કીર્તિ થશે ! અને વળી એ બિચારો તો મને પરણવા પણ તૈયાર છે – પોતાની પરણેલીને છેડો ફાડી આપીને પરણવા તૈયાર છે; પણ અય નિમકહરામ ! હું તો તારી વાટ જોતી બેઠી છું.”

એવી વાત ચાલે છે ત્યાં બારણું ધકેલાયું, તે ઉઘડતાની સાથે એક પુરુષ અંદર આવ્યો.

બંદો !”

“કોણ ! લાલાજી ?-હાં-રામરામ ! ફરી પણ પાછો તુંનો તુંજ મારો પ્રતિસ્પર્ધિ થયો છે કે ? પણ બંદાને કોઈના ઉપર વૈર નથી, દોસ્ત ! મારે તો મારો દેશ–મારા બીરાદર — તેનીજ પ્રીતિ છે; મારા દેશની સેવા કર, તો આવી કાન્તિ ઉપર તું આશક થયો તે ગુનો માફ કરવા તૈયાર છું.”

આવી વાત બંદો કરતો હતો તે વખતે મુસલમાનોનાં ટોળે ટોળાં રસ્તામાં ભેગા થઈ બંદાને બુમ પાડતાં હતાં, પેલી ગોપિકાનું દર્શન કરવા આતુરતાથી વિનતિ કરતાં હતાં. વચમાં વચમાં દીન ! દીન ! એમ પોકાર થતા હતા — શાહબુદ્દીનનું નામ વિજયના ધ્વનિમાં કોઈ કોઈ બોલી પડતું હતું. લાલાજી આ બધું તોફાન જોઈ, ધ્વનિ સાંભળી ને ચમક્યો, કે બંદાએ આ શું તોફાન ઉઠાવ્યું છે ! મહારાજ પૃથ્વીરાજ શી નિદ્રામાં પડ્યા છે, કે