પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
અમરશહર.

આ લોકો આટલે સુધી આવી શક્યા છે ! જે મોહજાલમાં લાલો ફસ્યો હતો તેવીજ મોહજાલમાં આખા ભારતનો ભૂપ આ સમયે ગાઢ નિદ્રા લેતો હતો એની લાલાને થોડી જ ખબર હતી. કુસંપથી નીર્વીર્ય થઈ ગએલાં પોતાનાં બાલકોનું ખપ્પર ભરવાને સંયોગતા રૂપે ચંડિકા પ્રકટ થયાની વાત લાલાના લક્ષમાં ન હતી. બંદાએ બારીએથી ડોકું બહાર કાઢ્યું એટલે વળી ગર્જના વૃદ્ધિ પામી. બંદાએ કહ્યું લાલાજી આપણા પરમમિત્ર છે, પણ લાલાજી એટલો શબ્દ સાંભળતાં આખા ટોળામાં એ નામની જ ગર્જના વ્યાપી રહી.

લાલાએ મનમાં વિચાર કર્યો આ મહોટા રાજ્યવિપ્લવની ધમાલમાં જ જો મને પ્રવૃત્તિ મળી શકે એમ હોય, રક્તબીજની કારી દૃષ્ટિમાંથી છૂટવાનો આજ માર્ગ હોય તો મારે આમ કે આમ બધુ એકજ છે.

લાલાજી ! તારા ભાગ્યનો ઉદય થયો–” તું પણ આ રાજ્યની એક મહોટી અમીરાતનો ધણી થશે” એમ બંદાએ લાલાનો ખભો ઠોકીને કહ્યું, ને ઉમેર્યું “ ઉઠ, હવે દિલ્લી જવાને થોડી વાર છે.”

દિલ્લી ! પ્યારા મને દિલ્લી દેખાડો” પેલી ગોપિકાએ કહ્યું “મેં એ નગરની બહુ મહોટી મહોટી વાત સાંભળી છે, ત્યાં ઘણું જોવાનું છે, ચાલો આપણે જઈએ. યોગિનીપુરની જોગણીઓ કરતાં હું હઠું એવી નથી.”

“જઈશું ! પ્યારી સમય આવવા દે” લાલાજીએ શાન્ત મુદ્રાથી ઉત્તર આપ્યું.

* *****
તરંગ પાંચમો સમાપ્ત.