પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
પશ્ચાત્તાપ અને પ્રતિકાર.

પ્રકરણ ૩ જું.

પશ્ચાત્તાપ અને પ્રતિકાર.

ત્સ્યેન્દ્ર મર્ત્ય જગતના શોક અને આનંદ તેમાં હે પુનઃ પડ્યો છું. દિવસે દિવસે હું મારે હાથે મારી બેડીઓ તૈયાર કરતો ચાલું છું. પરમ આત્માને મૂકી પારકાંના આત્મામાં મને સુખ લાગતું આવે છે; અને જો કે સ્વનો પર–માં વિલય સાધવારૂપ વૃત્તિજ ઉચિત છે, તથાપિ હવણાં જે થાય છે તેમ થવામાં તો મારા સામ્રાજ્યના અર્ધ કરતાં પણ અધિક મેં ગુમાવ્યું છે. એ પારકા આત્માને હું ઉન્નત કરી શકતો હોત, તો તો ઠીક હતું, પણ સ્નેહપાસે કરીને તે, મને, પોતાની તરફ નીચે તાણી જાય છે. તૃતીયનયન ગોચર સત્ત્વોના દર્શનથી વિમુખ થઈ ગયેલા મને વિકરાલ ક્તબીજે પોતાની જાલમાં ફસાવ્યો છે. મેં તેની સહાય સ્વીકારી, તેનાં પરિણામ માથે વહોર્યા છે, એ વાત તું માનશે ? એ પલિતને નમનાર આત્મા પુનઃ દિવ્ય દર્શન પામી શકે તે પૂર્વે અનેકાવતાર જવા જોઈએ. અને–

આવી આશામાં હજી પણ મને વિજયદર્શન થયાં જાય છે, આ બાલજીવન ઉપર મારું પૂર્ણ સામર્થ્ય છે. કોઈ સાંભળે નહિ, જાણે નહિ, તે રીતે મારો આત્મા એના આત્મા સાથે યોજાય છે, અને અત્યારથી જ એ આત્માને પરમજીવન માટે તૈયાર કરતો ચાલે છે. તું જાણે છેજ કે નિર્દોષ અને અનુપહત મતિના બાલને કસોટી પાર ઉતારવામાં કશો ભય નથી. એમ હું એને કેવલ સાત્ત્વિક પોષણથીજ — માનસિક, કાયિક — પુષ્ટ કર્યો જાઉં છું. સત્ત્વપ્રકાશનું એને પૂર્ણ ભાન થતા પૂર્વે તો મારામાં હતું તેવું સર્વ સામર્થ્ય એનામાં આવી ચૂક્યું હશે. એ બાલક શનૈઃ શનૈઃ પોતાનું સત્ત્વ પોતાની માતામાં સંક્રાન્ત કરશે. જે બેહાલ મારા નિઃસીમ વિચારપ્રદેશને પૂર્ણ રીતે ભરી રહ્યાં છે તે એ પ્રકારે અનન્ત યૌવન પ્રાપ્ત કરશે એટલે મને મેં જાતે જે ખાયું છે તેનો પશ્ચાત્તાપ થવો ક્યાં રહેશે ? પરંતુ હે ગુરુ ! હે પ્રિયતમ ! તું અકલુષિત હૃદયવાળો છે, તારી દૃષ્ટિ સ્પષ્ટ અને અખંડ છે, તું જોઈને કહે કે ભવિષ્યમાં શું છે ? મને કોઈ સાવધાનતાનો માર્ગ બતાવવો ઉચિત હોય તો બતાવ. મનુષ્યજીવનને અત્યંત પ્રતિકૂલ એવા પિશાચવર્ગને હાથે કાંઈ પણ ગ્રહણ કરવાથી સાધારણ સાધકને હાની વિના બીજું ફલતું નથી, એમ્ હું જાણું છું. એમ પણ મારા સમજવામાં છે કે અધ્યાત્મવિદ્યાના ઉપાસનમાં એવી જે આરંભથીજ