પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
વિક્ષેપનો વિકાર.

આ લુચ્ચાઓએ યોજેલી હતી તે મુજબ સલામ કરી “ યા અલ્લાહ ” એવી પોતાની ગુપ્ત નીશાની બોલ્યો. તુરતજ પેલા બે જણે “ ફેજરસુલ” જવાબ આપ્યો.

“ ત્યારે તો તમેજ છો કે જેની સાથે વાત કરવાની ભલામણ મને બંદાએ કરેલી છે ” પેલા ત્રીજા માણસે કહ્યું.

“ પણ યાર ! આ સ્થાને વાત બને નહિ, મારા ઘરમાં પણ આપણે મળવું યોગ્ય નથી, પણ આ ચીઠીમાં લખેલું છે તે સ્થાન યોગ્ય છે.” એમ કહીને એક ચીઠી પેલાના હાથમાં મૂકી.

“ ત્યારે આજ રાતેજ નવ ઘડી રાત જતાં મળીશું, દરમીઆન હું બીજું કામ પતાવી લઈશ.” એમ કહી પેલો ચીઠી આપનાર અચક્યો, પણ વળી આગળ ચાલી બોલવા લાગ્યો કે “ તમારા છેલા પત્રમાં પેલા ગુલાબસિંહ વિશે તમે લખ્યું હતું. હજી તે અત્ર છે ? એવા ધનવાન્ આપણામાં ભળે તો બહુ ઠીક થાય ”

“ મે સાંભળ્યું છે કે સવારે જ તે ગયો અને એની સ્ત્રી અહીં છે.” પેલા અત્યાર સુધી ચુપ રહેલા બીજા માણસે કહ્યું.

" એની સ્ત્રી ! - એ તો બહુ સારું.” પેલા ત્રીજા માણસે કહ્યું ને તુરતજ સલાહ કરી ચાલવા માંડતાં ઉમેર્યું “ ઠીક ત્યારે રાતે નવ ઘડીએ મળીશું. ગુલાબસિંહનું ઘર ક્યાં છે?”

“ બુદ્ધદેવના દેવાલયની પાસે. ”

આટલું સાંભળતાં જ પેલો ત્રીજો માણસ ચાલતો થયો; પેલા બે પણ એકાએક રસ્તે જુદા જુદા છૂટા પડી ગયા.

પ્રકરણ ૫ મું.

વિક્ષેપનો વિકાર.

ત્રીજા માલની બારી ઉઘાડી હતી, મા બારીની અંદરના ભાગ ઉપર બેઠી બેઠી ગયાના પ્રવાહ ઉપર જતી આવતી હોડીઓની રમત જોયાં કરતી હતી, પાસે એનો બાલક માંચીમાં રમતો હતો, તેના ભણી ઘડીમાં નજર ફેરવતી,