પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧
અમૃતમાં ઝેર.

વિકાર થયો છે એમજ માનવું વધારે યોગ્ય ગણું છું; અને તને, ગુલાબસિંહ કોણ છે તેની શી ખબર ! ત્સ્યેન્દ્ર અને તેનાં પ્રેતને મારા પ્રિયતમ સાથે શો સંબંધ છે ?”

“ઠીક, હાથ કાંકણને અરીસાની જરૂર નથી. હવે ઝાઝી વાર નથી. જે પિશાચની હું વાત કરું છું તે પોતેજ કહે છે કે તું અને આ તારો બાલક બન્ને તેના હાથમાં સપડાયાં છો. તારા શો નિશ્ચય છે તે હું જાણવા ઈચ્છતો નથી, અહીંથી જતા પહેલાં હજી એક વાર મળીશ.”

આટલું કહી લાલાજી ચાલતો થયો.

પ્રકરણ ૬ ઠું.

અમૃતમાં ઝેર.

અહો ગુલાબસિંહ ! સાધક ! તમોબદ્ધ છતાં સત્ત્વસ્થ મહાત્મા ! તું એમ ધારે છે કે અનન્ત કાલથી જીવિત ધારણ કરી રહેનાર અને થોડાંક વર્ષ સુધી જેનું જીવન મરતું મરતું જીવે છે તેવાં બે વચ્ચે સંબંધ ટકી શકશે ! એટલું પણ તારા સમજવામાં પ્રથમથી આવ્યું નથી કે કસોટી પરિપૂર્ણ પાર ઉતર્યા વિના તારું જ્ઞાન અને એને પ્રેમ તેની એકતા થવી અશક્ય છે ? જ્ઞાન અને પ્રેમનું ઐક્ય સ્થૂલ અને સૂક્ષ્મની પારના પ્રદેશમાં જ છે. અન્યત્ર નહિ. એટલું પણ તું વિસરી ગયો છે ? તું શ્રીનગરમાં આવ્યો છે; શા માટે ? અવર્ણ્ય એવા તારા અનેક શોધમાં એ પણ તારો અભિલાષ છે. કે બાલક અને માતા ઉભયને ઉગારી ઉન્નત કરવાનો માર્ગ સાધવો; પણ એટલું તને સ્મરણમાં નથી આવતું કે જે પિશાચની સહાયથી તેં એ બેનો જીવ ઉગાર્યો છે તેનો અધિકાર તે જીવ ઉપર સંપૂર્ણ રીતે જામેલો છે. ભય અને અશ્રદ્ધાનાં બીજ પ્રેમમાં રોપાયાં તો તેમાંથી મહોટાં વૃક્ષોનું ગાઢ વન ઉગી નીકળવાનું, પ્રકાશમાત્રને છાઈ નાખી અંધકારમય બધું કરી દેનારૂં, એ વાત શું તારા સમજવામાં નથી ? તમોબદ્ધ મહાત્મા ! પેલી વિકરાલ આંખો માતા અને બાલકની પાસે જાગતી જ રહે છે ! !

લાલાજી ગયો તે આખો દિવસ માએ અનેક તર્કવિતર્ક અને ભયપરંપરાના ક્લેષમાં સમય ગાળ્યો. ગમે તેવા અગાધ પ્રેમપ્રવાહમાં પણ શંકાની