પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
પ્રેમનો નિશ્ચય.

છે. પણ જે અવિદ્યમાન પુરુષનોને પરિત્યાગ આ ભાર્યાએ અત્યારે કર્યો તેના ઉપર તેનો પોતાનો જે અત્યંત સ્વાર્પણમય પ્રેમાભેદ હતો તેવો આજ પર્યંત કોઈ માણસે માણસ ઉપર કર્યો નહિ હોય. એણે સત્યજ લખ્યું હતું કે “પુત્રવત્સલ માતા તને તજે છે; પતિભ્રષ્ટ ભાર્યા નહિ.”

આ કામ કરાવનાર ઉર્મિનું જ્યાં સુધી પ્રબલ રહ્યું ત્યાં સુધી તો મા પોતાના પુત્રને છાતી સરસો દાબી રહી, અને મનમાં કાંઈ વસમું માન્યા કરતાં સારું માની રહી. પણ પોતાની સાથેની દાસી, પ્રયાગને રસ્તે જતાં પોતાને ઘેર પહોંચવાની સમીપ આવતી ગઈ, તેમ હાથ જોડીને હરિની સ્તુતિ કરવા લાગી — હે પ્રભુ ! ઘર જલદી દેખાડ ! મારા પ્રાણનાથને તુરત મેળવ, તેમની સાથે સુખી કર ! એમ બોલવા લાગી — તે સાંભળી માને પોતાની આવી ભ્રષ્ટ સ્થિતિ ઉપર અનાદર થઈ આવ્યો. એમ થતાંજ એના મનનો વેગ બદલાયો, મનમાં ને મનમાં જ લજવાઈને સમાઈ ગઈ, પણ હવે અંદરથી કોણ આશ્વાસના આપે !

પ્રકરણ ૯ મું.

પ્રેમનો નિશ્ચય.

ત્સ્યેન્દ્ર ! જો તારાં કર્મ ! જ્ઞાનના ડહાપણની વાતમાં ધૂળ પડી, અનંત યુગનાં જીવન અને જ્ઞાન કોડીનાં થઈ ગયાં ! ભયમાંથી એને નિર્મુક્ત કરવા માટે મેં એને તજી અહીં આવવા ધાર્યું, તેનું તેજ ભય તો એને આવીજ પડયું !”

“જ્ઞાનનો તિરસ્કાર ન કર, તારા રાગનો કર; નારીના પ્રેમની વ્યર્થ આશા મૂકી દે. જો, ઉચ્ચતમ દૈવી સંપત્તિ અને નીચતમ આસુરીસંપત્તિ તેનો યોગ કરનારને શો શાપ નડે છે તે તારા પોતાનાજ દૃષ્ટાન્તથી વિચાર તેં તારૂં સ્વરૂપજ ઓળખ્યું નહિ. તારે કેટલું સ્વાર્પણ કરવું પડે છે તેનો તર્ક કર્યો નહિ, નીચ ગતિવાળાં પામર ઉચ્ચતમ ગતિવાળાં ને વામાચારી પિશાચરૂપેજ દેખે છે; પોતે જ પોતાને અધમ પ્રતિબિંબનું ઉત્કર્ષવાળું એટલે અધિક અધમ ચિત્ર ભાળે છે, ઉચ્ચતમની ઉચ્ચતાનો લેશ પણ ગૃહી શકતાં નથી. પોતપોતાનાં