પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
ગુલાબસિંહ.

પ્રકરણ ૩ જું.

ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર.

તને સ્મૃતિ છે? મહાભારતનું યુદ્ધ થવાને સમયે આપણે સ્તિનાપુર પાસેના વનમાં સમાધિમાં બેઠા હતા, અને સ્થૂલ શરીરને મૂકી ક્ષણ વાર આકાશમાં વિહરી ભાવિના વિવિધ બનાવોની વાર્તા પ્રત્યક્ષ રચાતી હતી તે જોઈ આવ્યા હતા ? એની એજ વાત યોગિનીપુરમાં યોગિનીઓના પ્રતિનિધિ વીરભદ્રે પૃથિરાયને પણ કહી બતાવી હતી. એ આજ પ્રત્યક્ષ થઈ છે. યચંદની કન્યાને લાવવામાં ઘણાક શૂરાઓને ઘાણ નીકળી ગયો છે, અને ચોહાણે વિષયલંપટ થઈ ભૂરા સામતોને ખીજવ્યા છે; જેથી જયચંદ વગેરે એ બંદા નામના મુસલમાનની ખટપટને વશ થઈ મ્લેચ્છોને હાથે યોગિનીપુર ડુબાવ્યું છે. શું દેખું છું? સંયોગતા રૂપ સાક્ષાત યોગિનીને ઓળખતાં પૃથુરાજે તેનું ખપ્પર ભરી આપ્યું! ચોપાસ મારામારી, કાપાકાપી, રુધિર, અને યમરાજની પ્રતિચ્છાયા ! રજપૂતો તો નાશી છુટા છે, મ્લેચ્છોજ સર્વોપરિ છે; કોને મારવા, કોને દાટવા, તેનીજ વાત ચાલી રહી છે ! અરે ! આર્યત્વનો આજ પરિપૂર્ણ ભ્રંશ થયો છે ! આર્યમહત્તા ગઈ છે ! તારા જેવા મહાત્માઓનો નિવાસ આ સ્થાનમાંથી ઉઠી ગયો છે ! શું થશે તે મને હવે જણાતું નથી. જે મહારાજયો આ પૃથ્વી ઉપર થઈ ગયાં. જે ભવ્ય પરાક્રમોના હવે ભણકારાજ રહ્યા છે, તે સર્વનો સાક્ષી હું આ અવ્યવસ્થા અને નિર્ધ્રુણતાના સામ્રાજ્યમાં આવ્યો છું ! ગમે તેવી સ્થિતિને પણ સુંદર કરી બતાવનાર પ્રેમ મને આટલે લાવ્યો છે, એની જ સાહાયથી મૃત્યુભુવનમાં પણ હું નિર્ભ્રાંત વિચરું છું. જે પોતેજ આખી સૃષ્ટિરૂપ થઈ રહે છે એવી એ વૃત્તિ બહુ આશ્વર્યકારક છે ! અનેકમાં પણ તે એકનુંજ સમગ્ર ભાન કર્યા કરે છે; અને આ મારા અનન્તજીવનના પરિવર્તોમાં યદ્યપિ, રાગદ્વેષ, લોભ ક્રોધ, સર્વ મરી ગયાં છે, તથાપિ તે એકલી હજી પણ સજીવ છે.

ગુરુદેવ ! મારું યોગબલ ક્ષીણ થઈ ગયું-માને શોધવામાં કેવલ માનુષી શક્તિજ મને કામ આવી છે–પણ મારું યોગબલ કામ આવ્યું નથી-તે ક્ષીણ થઈ ગયું; પણ મને કદાપિ નિરાશા થઈ નથી, ગમે તેવા સંકટમાં પણ મને એનો એ નિશ્ચયપૂર્વક વિશ્વાસ રહ્યાં કરે છે કે છેવટે પણ આપણે મળીશું. આ શું? એ નાશી ગઈ તેની ઝીણામાં ઝીણી વાત પણ મારાથી એવી ગુપ્ત