પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
ગુલાબસિંહ.

વિચાર આવે છે. પણ તું પૂછશે કે હું એને આ નગરમાં શા માટે શોધું છું ? મને ખબર મળી છે કે તારો શિષ્ય ગયાજી આવ્યો હતો, મા નાશી ગઈ તે પહેલાં તેની પાસે કોઈ કંગાલ ચીથરે હાલ ભીખારી આવ્યો હતો અને મેં સાંભળ્યું ત્યારે તો તે તારો શિષ્યજ છે એમ મને લાગ્યું ન હતું. પણ જ્યારે આંતરદૃષ્ટિમાં તેની ભાવના આણવા માંડી ત્યારે તે આવી નહિ એ ઉપરથી મને નિશ્ચય થયો કે એ તારા શિષ્યનું પ્રારબ્ધ પણ માના પ્રારબ્ધ સાથે જોડાયું છે. મેં એની તપાસ કરી જોઈ, તો આ યમગૃહમાંજ એ છે એમ મેં જાણ્યું છે. હું કાલેજ અહીં આવ્યો છું. હજી એ મને મળ્યો નથી,

* **** *

આ રાજ્યમાં ન્યાય અપાય છે તે જોવા માટે હું સહજ ગયો હતો. હવણાંજ અદાલતમાંથી આવ્યો–એ તો ખરેખરી વાઘનીજ બોડો છે, વાઘ પોતેજ પોતાના શિકારનો ઈન્સાફ કરે છે. પણ ત્યાં એ મારે જેમનું કામ છે તે કોઈ મળ્યું નથી. હજી તે નિર્ભય છે; પણ માણસો જે પાપ કરે છે તેમાં એ અનાદિ નિયંતાનું ભવ્ય ડહાપણ મને સમજાય છે. ત્સ્યેન્દ્ર ! આજજ મેં પ્રથમ એ વાત જાણી કે મૃત્યુ એ કેવી ભવ્ય અને સુંદર વાત છે ! અરેરે જ્ઞાનના ગાંભીર્યની લાલચથી આપણે મૃત્યુની પાર નીકળી જવાની કલા શીખ્યા તેથી આપણે કેવા કેવા ભવ્ય ગુણોનો આનંદ ગુમાવ્યો છે ! કોઈ સુંદર પ્રદેશમાં રહેવું એજ પરમ સુખમય હોય ત્યાં બાલક અને કાન્તિમાન્‌નો મોત ખાઈ જાય ! વિદ્યાના શોધમાં નિતાન્તગ્રસ્ત અભ્યાસીને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવાના સમયમાં જ યમ ઉપાડી જાય; તે જોતાં તો અમરજીવન એજ સર્વ વાતની પ્રથમ વાત ગણાય એ સ્વાભાવિક છે. હઠયોગના અભ્યાસી થયો ચિત એકાગ્રપણાને માટે પણ શરીરને સાચવવાનો ક્રમ પ્રથમ ગણો તો તે યોગ્ય લેખાય. પણ કાલના પ્રાસાદની ટોચે રહીને હું આ સ્થાનમાં જોઈ શકું છું કે પોતાનાં પ્રેમસ્થાનો માટે જીવ આપવામાં ભવ્ય હૃદયો કેવો સ્વાર્પણમય આનંદ પ્રાપ્ત કરે છે ! એક પિતાને પોતાના પુત્રને સ્થાને જીવ આપતાં મેં જોયો—એના ઉપર એવો આરોપ હતો કે જેમાંથી એક શબ્દ બોલતાં જ તે મુક્ત થાત, એના દીકરાને બદલે એને જ તે દીકરો જાણી પકડવામાં આવ્યો હતો. પણ આવી ભૂલનો તે પિતાએ કેવા પરમાનંદથી લાભ લીધો, છોકરાએ જે દેશભક્તિ અને ભવ્ય પરાક્રમના ગુના કર્યા હતા તે તેણે પોતે સ્વીકાર્યા; અને મોતને આધીન થતાં, પોતે આપેલા જીવને પોતેજ આ રીતે બચાવ્યો તેનો તેને પરમ આનંદ થયો !. મેં જવાન, સુંદર, લાલિત્મમય અબળાઓ