પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮
ગુલાબસિંહ.

છે કે જે ખૂન અને મરકી ચાલે છે તે વિશે તો સ્મશાનમાં ચિતા ઉપર પડેલું માણસ પણ મારા કરતાં ભાગ્યેજ વધારે બેદરકાર હોય,"

લાલો ક્ષણવાર થોભ્યો અને અદ્યાપિ તરુણ છતાં, હૃદય જર્જરિત થતાં જે છેવટનો નિર્વેદ થાય છે તથા ગ્રસ્ત એવાં માનાં આકૃતિ તથા વદન ઉપર આશ્ચર્યની અને વિલક્ષણતાની વૃત્તિથી જોઈ રહ્યો. છેવટ બોલ્યો:–

"ઓ મા ! તને આવી થયેલી જોવાની મને આશા હતી ? દિલ્હીનાં આનંદમય સ્થાનોમાં આપણે પ્રથમ મળ્યાં ત્યારે આપણે આવી રીતે મળવું એમ શું મારી ઈચ્છા હતી? તે સમયે તે શા માટે ના પાડી, અથવા શા માટે મારા પ્રેમનો સ્વીકાર ન કર્યો ? પાછી ના ભાગ, મને તારો હાથ ઝાલવા દે; એ તરુણ અવસ્થામાં જે પ્રેમ ઉભરતો હતો તે ઉગ્ર વૃત્તિવિલાસ હવે મારામાં ફરી આવે એવી આશા નથી. તારે માટે હવે તે મને કોઈ મહોટા ભાઈને પોતાની નાની બહેનની જેવી દયા આવે તેવીજ લાગણી થાય છે. તારી પાસે, તારા સન્નિધ્યમાં, મને મારા બાલપણની પવિત્ર સ્થિતિનું પુનર્ભાન થાય છે. વિશૃંખલ મોજમજાહ અને દારૂબાજી વિના માત્ર આ એક સ્થાનજ એવું છે કે જ્યાં મને રકતબીજનો ઉપદ્રવ થતો નથી. અત્ર તેતોમારા પગતલે દબાઈ રહેલું મૃત્યુ તેનું એ મને ભાન રહેતું નથી. પણ હજી આપણા ભાવિમાં સુખના દિવસ નથીજ એમ ન કહેવાય. જે વિકરાલ ભૂત મને વળગ્યો છે તેનાથી શી રીતે મુક્ત થવું તેની યુક્તિ હવે મને જડી છે–માત્ર એની સામા થવું ને એની દરકાર ન કરવી. ત્સ્યેન્દ્રે જે ગૂઢ સ્વરૂપે મને કહ્યું હતું તે હવે મને યાદ આવે છે કે “જ્યારે એ તને અદૃશ્ય હોય ત્યારેજ તેનું વધારેમાં વધારે ભય સમજજે.” ધર્મમય અને નીતિમય વ્યવહારમાં મને તેનું દર્શન થાય છે. અરે ! એ રહ્યું–એને હવણાં પણ પણે સામે દેખું છું. (ધ્રુજે છે, ને શરીરેથી પ્રસ્વેદ છૂટે છે) ! પણ મારો નિશ્ચય હવે હું ફેરવવાનો નથી. એની સામે જોઉં છું એટલે જો તુરતજ એ જતું રહેલું છે—ગયું !” એમ કહીને જરાવાર થોભ્યો અને બોલ્યો “ મા ! શી રીતે આપણે તેનાથી છૂટવું તેનાં સાધન મારે હાથ આવ્યાં છે. આપણે આ શહરમાંથી જઈશું, કોઈ બીજા દેશમાં જઈ આપણે અન્યને દીલાસો અને આધાર આપવા યત્ન કરીશું, અને ભૂતકાલને વિસારે પાડીશું.”

માએ શાન્તિથી ઉત્તર આપ્યું “ના, ના, મને મોત અહીંથી ખશેડે તે વિના એક ડગલું પણ ખસવાની ઈચ્છા નથી. લાલાજી ! રાતેજ એ સ્વપ્નમાં આવ્યો હતો; અને જુદાં પડ્યાં ત્યારથી આજજ મને એવું સ્વપ્ન