પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
છેલી મુલાકાત.

 મારા ઉપર કાંઈક બન્યું છે. એ સમયે તાપ બહુ સપ્ત પડતો હતો તેથી કોઈ માણસો તો રસ્તામાં ફરતાં ન હતાં. સર્વે પોતપોતાનાં બારી બારણાં બંધ કરી સૂઈ રહ્યાં હતાં, કે ઘરમાં બેઠે બેઠે ધંધો કરતાં હતાં. પોતાની આવી સ્થિતિ જોતાંજ લાલાની ધીરજમાત્ર જતી રહી અને હૃદયમાં કોઈ એવો {{SIC|આઘાત|અઘાત} થયો કે એને કંપારો વછૂટી ગયો. દિલ્હીમાં એ સમયે જે ન્યાયપદ્ધતિ અને રાજ્યવ્યવસ્થા ચાલી રહ્યાં હતાં તે સારી પેઠે લાલાના જાણવામાં હતાં, એટલે આવી રીતે માણસ પાછળ આવવાનો અર્થ સારી પેઠે જાણી શક્યો, શ્વાસના પણ સાંસા પડવા માંડ્યા, હોઠ ગળુ સૂકાઈ ગયાં, અને લાલો તુરત એક પાસા ઉભો રહી પેલા માણસના ઉપર દૃષ્ટિ સ્થિર ઠરાવી રહ્યો, માણસ પણ દૂર ઉભો રહ્યો.

પણ બાતમીદારની પાસે બીજાં માણસ ન હતાં, રસ્તામાં લોક ન હતાં, એ આદિ વાતનો વિચાર કરતાં લાલાના મનમાં ધીરજ આવી, અને પેલા માણસના ભણી એણે ચાલવા માંડ્યું. તેની પાસે જતાં લાલે પૂછ્યું “ભાઈ ! તમે મારી પાછળ લાગ્યા છો એમ જણાય છે ! તમારે શું કામ છે !”

દિલ્હીના રસ્તા આપણ બેને જવા જેટલા પોહોળા તો છે; ને હું ધારતો નથી કે તમે હજી પણ આખી દિલ્હી તમારી ગણવાનો તોર રાખતા હો.”

“ત્યારે મારી આગળ જાઓ, હું આ ઉભો.”

પેલો માણસ જરાક નમી સલામ કરીને ચાલતો થયો. તુરતજ લાલો પાસેની એક આડગલીમાં પેસી ગયો, અને અનેક ગલીકૂચી વટાવીને ક્યાંનો ક્યાં નીકળી ગયો. બહુ દૂર ગયા પછી જરા શાન્તિ પડી સંતોષ માનવા લાગ્યો કે પેલો બાતમીદાર ઠીક પત્યો. એમ ધારી ઘર તરફ જવા માટે ચાલ્યો; પરંતુ એકાદ ગલીમાંથી જેવો બહાર નીકળે છે તેવામાંજ માથાથી પગ સુધી મોટો કાળો ઝભ્ભો ઓઢેલો એવા કોઈ પરદેશીએ લાલાની પાસેથીજ નીકળતાં ધીમે રહી કહ્યું “લાલાજી ! મારી પાછળ પાછળ આવ;– તારી પૂંઠે માણસો લાગેલા છે.” અને ત્વરાથી આગળ ચાલવા માંડ્યું, લાલો એ માણસની પાછળ પાછળ ચાલ્યો, પણ ડોકું વાળીને પાછું જુવે છે તો પ્રથમના માણસને જોઈ ગભરાવા લાગ્યો. એ બનાવને લીધે પેલા પરદેશીની ભલામણ ભૂલી જઈ એક દુકાન પાસે લોકનું ટોળું મળ્યું હતું તેમાં લાલાજી પેશી ગયો અને તેમાંથી આડે રસ્તે થઈ પાછો અનેક ગલી કૂચીઓ વટાવી શહેરના ઘણા દૂરના ભાગમાં જઇ પહોંચ્યો. મુનાના કીનારા ઉપર જ્યાં