પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭
ખટપટ.

આમ કહેતાંજ ગુલાબસિંહે આશ્ચર્ય પામતા અને ઉદ્દીપિત થતા પોતાના શ્રોતાના ઉષ્ણ કપોલ ઉપર બે હાથ દાબી દીધા, અને તુરતજ એક પ્રકારની શાન્ત મૂર્છામાં લાલાજી પડી ગયો. એને એવું સ્વપ્ન થયું કે હું મારો જન્મ થયો હતો તે ઘરમાં પાછો ગયો છું;- મારું પાલણું, મારો પલંગ, મારા ઉપર, જોઈ રહેતી મારી વાત્સલ્યભાવપૂર્ણ માતા, એનું એ ઘર, એનાં એ તાકાં, ગોખલા, બધું તેનું તેજ તાદૃસ્ય રીતે અનુભવમાં આવ્યું; ભયમાત્ર જતું રહ્યું, બાલ્ય, તારૂણ્ય, યૌવન, બધાં પોતપોતાની નિર્દોષ આશાઓ સમેત પુનઃ પ્રાપ્ત થયાં, અને જાણે ઈશ્વરની ભક્તિ કરવા માટે લાલાજી એકાન્તમાં સમાધાન કરીને બેઠો. કેટલીક વારે જાગ્યો, આનંદાશ્રુ આંખેથી નીગળતાં હતાં, રક્તબીજ સર્વદાને માટે લોપ થઈ ગયો હતો આસપાસ જોયું, ગુલાબસિંહ હતો નહિ, પાસેની શતરંગી ઉપર એક કાગળમાં આટલું લખેલું હતું, શીહાઈ પણ હજી સુકાઈ ન હતીઃ-

"તારે નાશી છૂટવાનાં માર્ગ અને સાધન હું યોજીશ. આજ રાત્રીએ બરાબર દશ ઘટિકા થતાં આ મકાનની સામે એક હોડી તારે માટે આવશે, તેમાં બેસજે, હોડીવાળો તને જે સ્થાને લઈ જાય, ત્યાં હાલનું તોફાન કે જેનો હવે છેડો આવ્યો છે, તે પૂર્ણ થતા સુધી રહેજે. જે વિષયાસક્તિમાં તારો વિનાશ થવાનો સમય આવ્યો હતો તેનો પુનઃ વિચાર પણ કરીશ નહિ. એણે તને ભમાવ્યો, અને એ તારો વિનાશ પણ કરત, તું સુખે જયપુર જઈ શકશે, ગતકાલનો વિચાર કરી તે કરતાં વધારે સારા થવાનો તને ઘણો સમય મળશે, ભવિષ્યને માટે તારું આજનું સ્વપ્નજ તારા લક્ષમાં રાખી ચાલજે, તારો અશ્રુ એજ તારી દીક્ષાનો અભિષેક માનજે.”

લાલાજીએ આ પત્રમાં લખ્યા પ્રમાણે કર્યું, અને તે જ પ્રમાણે બધું નીવડ્યું,


પ્રકરણ ૯ મું.
ખટપટ.

ગુલાબસિંહે ત્સ્યેન્દ્રને પ્રસ્તુત પ્રસંગ વિષે આ પ્રમાણે લખ્યું હતું :— “* * * * એ તો અત્યારે આ મ્લેચ્છોના કબજામાં પડેલી છે, કેદમાં છે. કાજીએ હુકમ કરી દીધેલો છે, એ કેદખાનામાંથી છૂટકો કેવી રીતે થાય