પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૮
ગુલાબસિંહ.

છે તે પણ જાણીતી વાત છે. બધી તપાસ કરતાં કારણ લાલાજી જણાય છે. આજ હવે મને સમજાયું કે આ બે જણનાં ભાગ્ય જાણે એક બીજાથી બહુ નિકટ રીતે જોડાયલાં હોય તેમ આજ પર્યત એમનું વર્તન શાથી થઈ ગયું છે; જે અંધકારમાં લાલો છુપાઈ રહી મારી દૃષ્ટિએ આવતો ન હતો, તેજ અંધકારમાં મારી વહાલી પણ ગુમ થઈ જતી હતી તેનું કારણ હવે હું સમજ્યો છું. પણ કેદખાનું! –એ તો સ્મશાનભૂમિનું જ પગથીયું છે ! એના ઉપર આજથી ત્રીજે દિવસે કામ ચલાવવામાં આવશે, અને એનો શિરચ્છેદ કરવાનો ઠરાવ, હંમેશના નિયમ પ્રમાણે, થશે. નિર્દોષ જનોના શિરચ્છેદથી જ્યારે આખા નગરમાં ભય અને ત્રાસ વ્યાપી જશે ત્યારે એકાએક મ્લેચ્છ લોકો રજપૂતો ઉપર તૂટી પડશે અને આ ભારતવર્ષમાં અનેક યુગ માટે અંધકારની સ્થાપના કરશે. એકજ આશા રહી છે. જે ભાવિમાં ગોરીના અંતનું પણ નિર્માણ થઈ ગયેલું છે, તે ભાવિ મને એ અંત વેળાસર ઉપજાવાનું નિમિત્ત બનાવે તો સારું. અરે ! પણ બેજ દિવસ ! કાલરૂપી મારી આખી સમૃદ્ધિમાં માત્ર બેજ દિવસ ! એની પાર તો બધું એકલાપણું, ઉદાસીનતા, ગ્લાનિ, અંધકાર જણાય છે. સર્વેનો શિરચ્છેદ કરવાનો જે દિવસ નક્કી ઠરાવ્યો છે તેને પહેલે દિવસે જ ગોરી પડવો જોઈએ. પૃથુરાજ કેદમાં છે, તેને મારી નાખવાની હજી એની છાતી ચાલતી નથી, પણ એમાં જ એનું મરણ છે. મનુષ્યજાતિના કલેશ કંકાસ અને તેને વધારવા ઘટાડવાને કરવી પડતી ખટપટોમાં મારે પ્રથમ વાર જ આજ પેસવું પડે છે, અને નિરાશામાં શાન્ત રહેલો મારો આત્મા એ યુદ્ધમાં ઝંપલાવવાને ઉત્સુક થઈ રહ્યા છે. * * * * * * * *

ગુલાબસિંહના મનની આવી સ્થિતિ થઈ રહી હતી કેમકે માને બંદાનાં કાવતરાંથી કેદખાનું પ્રાપ્ત થયું હતું–લાલાજીની આપેલી ખબર પ્રમાણે ગુલાબસિંહ તેને ઉગારી શકે તે પૂર્વે તેમ થઈ ચૂક્યું હતું. કાફૂરને સો કરતાં વધારે શિરચ્છેદ માટેના હુકમ કરવાના હતા, વચ્ચે માત્ર બેજ દિવસ રહ્યા હતા. એવામાં મધ્યાન્હ સમયે પૃથુરાજના મહેલ આગળ ઘણા લોકોનું ટોળું ભેગું થયું હતું. એક વૃદ્ધને કાફૂરના અમલદારોએ પકડ્યો હતો. કનોજનો યચંદ આવીને દિલ્હીમાં રહેલો હતો, હાહુલીરાય પણ દિલ્હીમાં હતો, અને એ શૂરા રજપૂતો યદ્યપિ ગોરી બાદશાહને લાવવામાં, પ્રુથુરાય ઉપરના દ્વેષને લીધે સામીલ થયા હતા, તથા ભારતભૂમિનો ધ્વંસ થાય એ વાતની સામે તેમનું રજપૂત લોહી સર્વદા ઉછળ્યાં કરતું હતું, યચંદે પલંગે