પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦
ગુલાબસિંહ.

વીસરી ગયા હતા, અને એકત્ર થઈ યુદ્ધમાં પ્રાણાર્પણ કરવાના નિશ્ચય ઉપર આવ્યા હતા. સર્વના મનમાં ગોરી બાદશાહના અતુલ વિજયથી જે ભય અને ત્રાસ સાથે આશ્ચર્યની છાપ બેસી ગઈ હતી તેને લીધે વિચારો ઘણાં સ્થિર અને તીવ્ર થઈ શકતા ન હતા, હજી ઉઘાડી રીતે એને પાર કરવાનો યત્ન કરતાં શું પરિણામ આવશે એનો કોઈને નિર્ણય થઈ શકતો ન હતો. પરંતુ રજપૂતોનું લોહી એવું તો ઉકાળે ચઢી ગયું હતું કે આ પાર કે પેલે પાર ગયા વિના હવે સિદ્ધિ નથી. શૂરવીરોને આગળ પાછળ વિચારવાનું રહેતું જ નથી. પૃથુરાજ-સંયોગતા-એ બધાં એક એક કારી ઘાની પેઠે સર્વના હૃદયમાં અનંત વીછીની વેદના ઉપજાવી રહ્યાં હતાં, વાત ઉપર વાત ચાલતી હતી, ફાટી આંખે ને ઉકળતે હૈયે, થર થર કાંપતા, અનેક શૂરવીતો હવણાંજ ઉઠો, મ્લેચ્છોને મારી કાઢો, ભારતનું રક્ષણ કરો, રજપૂતપણાને એબ ન લગાડો, એવી જોસભરી ઉશ્કેરણી ચલાવી રહ્યા હતા. એવામાં એક ખીદમતગારે આવી યચંદના કાનમાં કહ્યું કે આપને કોઈ મળવા આવ્યું છે, યચદે કહ્યું હવણાં મને ફુરસદ નથી, પછી આવવાને કહે. પણ એમ કહેતાં જ પેલા ખીદમતગારે એક ચીઠી મોઢા આગળ મૂકી કહ્યું કે એ માણસ આ લાવેલો છે, યચંદે તુરત કાગળ ભણી જોયું, ઉપર લખ્યું હતું “થુરાના બંદીખાનામાંથી.” યચંદે અક્ષર ઓળખ્યા, ઝટ ઉઠીને પાસેના એકાન્ત ઓરડામાં ગયો.

મળવા આવનારે કહ્યું “ભરતના ઉદ્ધારક ! તમારો ચંદવરદાયી પકડાયો છે; મથુરાથી એ જે કાગળ લાવતો હતો તે એની પાસેથી મેં લઈ રાખી તમને આણી આપ્યો છે.”

યચંદે કાગળ ઉઘાડી વાંચવા માંડ્યો; લખ્યું હતું કે “તમારી પુત્રી હું મટી ગઈ ! રજપૂતપણાનું શૂર તમે વેચી નાખ્યું ! તમારા જમાઈ અને હું મ્લેચ્છને હાથેજ મરીશું ! મરવાની ફીકર નથી, પણ આવી રીતે બકરાંની પેઠે ! તમે ઉઠો, જંગ મચાવો એમાં અમે પણ સામીલ થઈશું, અને આ ભૂમિના રક્ષણને અર્થે અમારા આત્માનો ભોગ આપીશું. આ હું તમને છેલ્લી વારની જ લખું છું; કાંઈ ન થઈ શકે, તો સર્વની સાથે મારો શિરચ્છેદ કરશે તે જોવા તો દિલ્હીમાં આવજો ! ”

પેલા અજાણ્યા માણસે કહ્યું “ એના ઉપર જે કામ ચાલશે તેમાંથી તમારી વિરુદ્ધ પણ ઘણો પૂરાવો બહાર આવશે. એના મોત પછી તમારું