પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૦
ગુલાબસિંહ.


આટલા જ્ઞાનથી, આટલા આટલા રહસ્યવિચારથી, ભૂત ઉપરના તારા આટલા વિશાલ સામ્રાજ્યથી, ભવિષ્યના તારા આવડા મહોટા દર્શનથી, તને હજી સમજાયું નથી કે સર્વમય, સર્વનિયંતા, સર્વસાક્ષી, જે સર્વને સાચવે છે તેના આગળ તું કોણમાત્ર છે ? સવમયતાના તરંગરૂપે સર્વને સર્વનું યોગ્ય પ્રાપ્ત થયાંજ કરે છે તેમાં તું એક પૃથ્વી ઉપર હશે કે નહિ હોય તેથી શી લાભ- હાનિ થવાની છે ? તારાં જે છે તેમના ભાવિની ચિંતા દૂર કર. તું હશે કે નહિ હોય પણ પરમાત્માનેજ તેમની ચિંતા છે; તેની દૃષ્ટિ બંદીખાનામાં તેમ ફાંસીનાં લાકડાં ઉપર સર્વત્ર ફરવાનીજ છે; તું જે પ્રેમ જાણી શકે તે કરતાં વધારે મૃદુ છે, તું જે ડહાપણ બતાવી શકે તે કરતાં વધારે ઝીણી છે, તું જે રક્ષણ કરી શકે તે કરતાં સારું રક્ષણ કરવા સમર્થ છે.”

ગુલાબસિંહે બે હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કર્યો; અને ઉંચું જોયું ત્યારે તે એ દિવ્ય પ્રકાશનાં કિરણે કિરણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયાં હતો. છતાં એ સ્થાનમાં હજી કોઈ વિલક્ષણ સુગંધ વ્યાપી રહ્યો હતો. જેમણે ખરા આત્મબલથી શ્રદ્ધાનો આશ્રય કરી તે દેવતાનું સાન્નિધ્ય પ્રાપ્ત કર્યું હશે તેમને નિરંતર આવાજ અનુભવ થયા હશે કે થશે.

ધ્યાનથી વ્યુત્થાન પામી યોગિરાજ બહાર આવ્યો, અને છજામાં જઈ ઉભો. યદ્યપિ વિનાશ અને ક્લેશની જાલ રમવામાં જનોનાં હૃદય નિતાન્ત અભિરક્ત હતાં, તથાપિ શાન્ત ચંદ્રપ્રકાશમાં આ મહાત્માને તો શક્તિ અને આનંદનુંજ ભાન થયું, કારણ કે એનો આત્મા અત્યારે મનુષ્ય અને મનુષ્યહૃદયના કૃપણ વિચારોની પાર જઈ સર્વમયતામાં રસ બસ નિમગ્ન થઈ રહ્યો હતો. જે જીવિત પોતે આજ સુધી અનુભવ્યું હતું તેને જાણે છેલી વારનો નમસ્કાર કરવા ગુલાબસિંહ અત્યારે, આ સ્થાને, ઉંડા વિચારમાં વિલીન થઈ ઉભો હતો. રાસગ્રહમાં જે આસક્તિ બંધાઈ તેના એક એક ફૂલને પુનરાવર્તનથી વિલોકતાં પરમાનુભવનો વિનોદ લેતાં મૌન જ્ઞાનાનંદમાં નિમગ્ન હતો.

દિગન્તોમાં અને દિગવકાશના પ્રદેશમાત્રમાં તેને અત્યારે અનેક અદૃશ્ય નાદ સંભળાવા લાગ્યા, જેમની સાથે પોતાને પરિચય હતો તે સર્વનું દર્શન થવા લાગ્યું; આખું વિશ્વ એને એક પારદર્શક કાચમય હોય તેમ સ્પષ્ટ ભાસવા લાગ્યું; મુનાપ્રવાહના પ્રત્યેક બિંદુમાં એને અનંત જીવનની સૃષ્ટિઓ જણાવા લાગી; પર્વતોના કણે કણ અનંતતાના એક એક અનંત બિંદુરૂપ દેખાવા લાગ્યા. પરમાત્મા એજ સર્વ છે, સર્વત્ર જ્યાં જ્યાં તેનું ભાન થાય ત્યાં તે સમગ્રપણે