પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૯
બંદીખાનું.

શક્યાં છે ! પણ જે ક્રૂર અને નિર્દય નીચ લોકોએ એને એના ઘરમાંથી બહાર તાણી કાઢી હતી, એની પાસેથી એના બાલકને પણ છીનવી લેવાનો યત્ન કર્યો હતો, અને જેમને એના ફફડતા પણ કાંઈ પણ બોલવાને અશક્ત એવા હોઠ જોઈ માત્ર હસવાનું જ મળ્યું હતું. તે લોકો અત્યારે જગત ઉપર ઈશ્વરની આજ્ઞા ચલાવવાનો દાવો કરનારા, અધિકારના માનીતા, શુદ્ધ, ઉત્તમ, નાગરિકો હતા– કાયદાનો અમલ કરનારા હતા. અહો માનુષીબુદ્ધિ ! તારા નિશ્ચયો આવાજ હોય છે ! વાદળના રંગની પેઠે બદલાતી અને નિંદામાં નિતાન્તમગ્ન રાક્ષસિ : તારા કાળા કુર્તકની જાલ આવી છે !

એ સમયનું બંદીખાનું પણ ગંદુ તેમ આનદી હતુ. જે શ્મશાનનો એ રસ્તો હતો તેની પેઠે એમાં પણ નાત જાત કે કુલ અધિકાર વિદ્યા કશાનો તફાવત માનવામાં આવતો ને હતો. માણસ માણસની વચ્ચે જે જુદાઈ છે તે દૂર કરવાના ઉપદેશનું પ્રત્યક્ષ ફલ ત્યાંજ જણાતુ હતું. ત્યાં ક્ષત્રિય, મુસલમાન, બ્રાહ્મણ, શૂદ્ર, વિદ્દ્વાન્, અવિદ્વાન્, અમલદાર કે ગુલાબ સર્વને એક સરખી રીતે રાખવામાં આવતા હતા, સરખો પોશાક. સરખો ખારાક, ને સરખો ધર્મ સર્વને આપવામાં આવતો હતો. છતાં આવા અંધકારમાં પણ આ અબલાને અને એના બાલકને સર્વે માન આપતા હતા, એને માટે જ માગ કરતા હતા. એને સહાય થવા આતુરતા રાખતા હતા.

એક વૃદ્ધ સન્યાસીએ પૂછ્યુ “બેટા ! તને શા માટે અહીં આણી છે ?”

“હું જાણતી નથી.” માએ ઉત્તર આપ્યું.

“શા માટે આણી છે જો તું ન જાણતી હોય, તો તો ખરેખર તારી છેવટમાં છેવટની સજાની આશા રાખવી.”

“મારા બાલકનું શું થશે !”

“તેને તો જીવતું રહેવા દેશે.”

“અરેરે ! આટલા માટે ! કેદખાનામાં માબાપ વિના ભટકવા માટે માના હૃદયમાં આ ધ્વનિ થવા લાગ્યો.” આ એના પુત્રને મેં ઉગારી આણ્યો ! ગુલાબસિંહ ઉંડામાં ઉંડા વિચારમાં પણ એ વાત કદી આણીશ નહિ કે મેં તારા પુત્રનું શું કર્યું?”

રાત પડી, કેદીઓનું ટોળું જાળી આગળ ભરાવું, સવારે કોને કોને ગરદન મારવાનાં છે તેનાં નામની યાદી વંચાઈ. માનું નામ તેમાં હતું પેલો વૃદ્ધ સંન્યાસી જે મરવાને સારી રીતે તત્પર છતાં હાલ તુરત તો બચી ગયો છે.