પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
ગુલાબસિંહ.

હતો, તેણે આ યુવતીના માથા ઉપર મૂકી તેને આર્શિર્વાદ આપ્યા અને ધીરજ ધરવાનો ઉપદેશ કર્યો. સંસારની પાર ઉતરેલા આ મહાપુરુષના હૃદયમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. પોતાનું નામ પેલી યાદીમાં સાંભળી માને આશ્ચર્ય લાગ્યું, પણ રોવું આવ્યું નહિ. આંખો નીચી ઢાળી, હાથ છાતી સરસા દાબી રહી, પોતાનું નામ આવ્યું ત્યારે માથું નીચું નમાવી, બાજુ ઉપર થઈ ગઈ પણ તુરતજ એક બીજું નામ પોકારવામાં આવ્યું, તુરતજ માને જોવા માટે કે નામ સાંભળવા માટે કોઈ માણસ હવણાંજ એની પાસે આવી છુપી રીતે ઉભો હતો તેના મોંમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. મા ચમકી, ને જોવા લાગી તો બંદો ! આટલો સમય વીત્યા છતાં પણ એણે એ આકૃતિને ઓળખી. બંદાએ પાછું મોઢું ઠેકાણે રાખી લીધુ, અને એની સ્વાભાવિક પિશાચપ્રકૃતિને અનુકૂલ તે બોલ્યો “ઓ નાઝનિન્  ! કબરમાં તો આપણે ખસુસ સાથેજ સુઈશું.” એમ કહીને હસતો હસતો તે ચાલી ગયો, અને પોતાની કોટડીમાં જઈ ભરાયો.

********

માને તેની અંધારી કોટડીમાં લઈ જવામાં આવી. એનો કુમળો બાલક હજી એની પાસે રહેવા દેવામાં આવ્યો હતો. એ બાલકને આ ભયંકર વર્તમાનની ખબર પડી ગઈ છે એમ મા માનતી હતી. કેદખાનામાં આવતાં તે જરા પણ રોયો કે કકળ્યો ન હતો, રક્ષકોનાં વિકરાલ મુખ અને આયુધના ઉપર તેણે જરા પણ સંકોચાયા વિના દૃષ્ટિપાત કર્યો હતો. હવણાં પણ એણે પોતાની માતાને ગળે બે હાથ ભરવી અસ્પષ્ટ અને મધુર કાલગેલમાંજ જાણે આશ્વાસના અને પરમાનંદપ્રાપ્તિનાં વચનો કહેવા મંડ્યાં હતાં. ખરેખર એ વચનો આનંદનાં જ હતાં, કેમકે એ શબ્દોનો ધ્વનિ કાનમાં પડતાં માના મનમાંથી ભયમાત્ર નીકળી ગયું, અને એનો આત્મા કોઈ એવો વિસ્તાર પામતો એને લાગ્યો કે જેમાં ભૂત અને ભવિષ્ય એક થઈ ગયેલાં જણાયાં, પોતે અને પોતાનો પતિ તથા આ બાલક એકજ વિભૂતિના પ્રવર્ત છે એમ અનુભવાયું, અને સ્વરૂપલાભની અતુલ તૃપ્તિમાં દેશકાલ તેમજ પોતે એ સર્વનું ભાન જતું રહ્યું. જે ગૂઢ મહામંત્ર ગુલાબસિંહે એને કોઈ અલૌકિક પ્રેમવિનોદના ઉપદેશને સમયે બતાવ્યો હતો તેનું એને તુરત સ્મરણ થયું, અને તેના ઉપર આંતરદૃષ્ટિને ઠરાવી, અંતરાત્મામાં અનર્ગલ શાન્તિનો પ્રકાશ એણે અનુભવવા માંડ્યો. કેદખાનાની દીવાલો અને આગળા, ફાંસીનાં લાકડાં કે જલ્લાદની તરવાર, આત્માના