પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧
અસમાન પ્રેમનું ઘરસૂત્ર.

વિશ્વાસને અટકાવી કે મારી શકતાં નથી, તેનો પ્રકાશ સર્વત્ર પ્રસરે છે, અસીમ શાન્તિ વિસ્તારે છે.

પાસેનીજ કોટડીમાં બંદો, નાસ્તિક બંદો, ઉદાસીન થઈ મહાક્લેશમાં પડ્યો છે; છતાં એને મોતની દરકાર નથી. મોત પછી કાંઈ નથી એમ માની એને અત્ર કરેલાં કર્તવ્યનો પશ્ચાત્તાપ નથી. પશ્ચાત્તાપ તો જેને કોઈ સદ્વાસનાની હાનિ થઈ લાગે તેને થઇ શકે છે, પણ આ પુરુષ તો સત્ એવી કોઈ વાતને જ ઓળખતો ન હતો. વિશ્વાસ અને આત્મબલથી ઉધ્ધત જ્ઞાનીની મરણપથારી કરતાં નાસ્તિકનું અવસાન ત્રાસદાયક થાય છે. ઉદાસીનતાના ઉદ્વેગમાં બંદો અત્યારે હોઠ પીશી, અધકારમાંજ દૃષ્ટિ પરોવી રહ્યો હતો. બધું અંધકારજ છે, અંધકારને અંધકાર ઠેઠ વ્યાપનાર છે, એ વિચારમાં, કાંઈ છેડો ન જડવાથી, મુઝવાતો હતો, અને કબરની ધૂળમાં સડી ગયા પછી કાંઈ નથી એમ માનવામાં વ્યર્થ આશ્વાસના શોધતો હતો.

*******

જગા કરો, જગા કરો, કહીં પણ એકાદ કોટડીમાં જગા જોઇએ છીએ. એક વધારાનો માણસ આ કસાઈખાનામાં દાખલ થયો છે ! દરવાને હાથમાં બત્તી લઈ આગળ ચાલતાં કોઈ એક અજાણ્યા પરદેશીને અંદર દાખલ કર્યો તેજ વખતે પેલાએ તેના હાથમાં એક હીરાની વીંટી મૂકી દેતાં કહ્યું કે આ ઠેકાણે સો માણસો પૂરેલાં છે, પ્રત્યેકના માથાની કીમત હજાર અશરફી ગણશે તો તેથી પણ આ વીંટીનું મૂલ્ય વધારે છે. દરવાન જરા થોભ્યો, દીવાને અજવાળે વીંટીને ધરી તો દીવો ઝાંખો થઈ ગયો; અસર જાદુ જેવી થઈ. અરે માણસ ! તને પ્રેમ નથી, દયા નથી, પશ્ચાત્તાપ નથી, પણ હજી લોભ તારા ઉપર રાજ્ય ભોગવે છે ! દરવાન પેલા માણસને લઈને ચાલ્યો, અને જે બારણા ઉપર તેણે ગરદન મારવાની નીશાની કરી રાખી હતી ત્યાં આવી ઉભો, નીશાની ભુશી નાખી, કેમકે અંદરના કેદીને એક દિવસ મુદત મળી હતી,—તાળુ ઉઘાડ્યું, પેલો માણસ બત્તી લઈ અંદર દાખલ થઈ ગયો.

પકરણ ૧૪ મું.

અસમાન પ્રેમનું ઘરસૂત્ર.

એક સમયે મા બે હાથ જોડી કોઈ અવર્ણ્ય ધ્યાનમાં નિતાન્તગ્રસ્ત હતી; બારણાં ઉઘાડ્યાં તે એણે જાણ્યું નહિ, ભૂમિ ઉપર લાંબો કાળો પડછાયો